તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
માર્ક ઝકરબર્ગ બન્યો 200 બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વનો ત્રીજો સૌથી ધનિકઃ ઈલોન મસ્ક, જેફ બેઝોસ પણ આ હરોળમાં
માર્ક ઝુકરબર્ગની નેટવર્થમાં 2024માં સૌથી વધુ $71 બિલિયનથી વધુનો વધારોઃ એલોન મસ્ક $268 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે

નવી દિલ્હીઃ મેટા પ્લેટફોર્મ્સના સહ-સ્થાપક અને CEO માર્ક ઝકરબર્ગ પણ $200 બિલિયનની નેટવર્થ સાથે સૌથી ધનાઢ્ય અબજોપતિઓની ક્લબમાં જોડાયા છે. ટેસ્લાના ચીફ એલોન મસ્ક અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ આ ક્લબમાં પહેલાથી જ સામેલ છે.
25 સપ્ટેમ્બર, 2024ના રોજ બ્લૂમબર્ગના બિલિયોનેર ઈન્ડેક્સ દ્વારા બહાર પાડવામાં આવેલા અબજોપતિઓના તાજેતરના ડેટા અનુસાર, એલોન મસ્ક $268 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. જેફ બેઝોસ 216 બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. ત્રીજા સ્થાને માર્ક ઝકરબર્ગ છે જેમની પાસે $200 બિલિયનની સંપત્તિ છે અને તે પ્રથમ વખત $200 બિલિયનની સંપત્તિના ક્લબમાં સામેલ થયો છે. માર્ક ઝકરબર્ગની સંપત્તિમાં આ વર્ષે સૌથી વધુ $71 બિલિયનનો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે જેફ બેઝોસની સંપત્તિમાં $39.3 બિલિયનનો ઉછાળો જોવા મળ્યો છે અને એલોન મસ્કની સંપત્તિમાં $38.9 બિલિયનનો ઉછાળો જોવા મળ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
