<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th September 2024

'અમૂલ ઘીમાં કોઇ ભેળસેળ નથી..' ડાકોર મંદિરના પ્રસાદ મામલે અમૂલે કર્યો ખુલાસો

નવી દિલ્હી : મંદિરના પ્રસાદમાં ભેળસેળનો વિવાદ હાલ દેશલેવલ પર ચર્ચાનો વિષય બન્યો છે. તે ભલે ડાકોરનો પ્રસાદ હોય, અંબાજીનો મોહનથાળ હોય કે પછી તિરૂપતિ મંદિરના લાડુ હોય. દરેક ઠેકાણે મિલાવટકાંડમાં આખરે અમૂલનું નામ ચઢાવી દેવાનું કામ થઈ રહ્યું છે.ત્યારે અમૂલ તરફથી સમગ્ર મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે.

અમૂલના એમડી અમિત વ્યાસે સૌથી પહેલા તો મિલાવટકાંડમાં અમૂલનો હાથ ન હોવાનું કહ્યું સાથે જ ખોટા આરોપોને પણ વખોડ્યા છે.
સાથે જ કહ્યું કે, ડાકોર મંદિરના પ્રસાદ માટે અમૂલ પોતાનું ઘી આપે છે. પરંતું અમૂલના ઘીમાં ગુણવત્તાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી તેવું પણ કહ્યું છે. વધુમાં કહ્યું કે, અમૂલ 36 લાખ પરિવારોની સંસ્થા છે. જેમાં ગુણવત્તાનો કોઈ સવાલ ઉભો થતો નથી. અમૂલ ઘી પર કરાયેલા આક્ષેપો પાયા વિહોણા છે.
'ખોટા આક્ષેપ મુદ્દે અમે ચોક્કસ કાર્યવાહી કરીશું'
આશિષ સેવક નામના વ્યક્તિ દ્વારા એક વીડિયો જાહેર કરી અમૂલના ઘી વિશેની વાત કરવામાં આવી છે ત્યારે કેટલા આક્ષેપ કરાયા છે ત્યારે તમને જણાવી દઉ કે, ડાકોરમાં અમૂલ માર્ચ 2024થી ઘી સપ્લાય કરે છે. જે 78 વર્ષ જૂની સંસ્થા છે, જે દેશ અને વિદેશમાં જાણીતી છે. જેની ઓળખ ત્યારે જ હોય કે, તેની ગુણવત્તા સારી હોય. આ આક્ષેપો મુદ્દે અમૂલ સખત શબ્દોમાં વખોડે છે. ખોટા આક્ષેપ મુદ્દે અમે ચોક્કસ કાર્યવાહી કરીશું.

 

(10:16 PM IST)