News of Thursday, 26th September 2024
ડ્રાઇવિંગ કરતી વખતે મજા કરવી પડી મોંઘી : એક સાથે 7 લોકોની અર્થી ઉઠી : જુઓ અકસ્માત પહેલાનો વીડિયો
કારમાં સવાર તમામ લોકો મસ્તી કરતા - ગીતો ગાતા જોવા મળી રહ્યા છે અને તેમની કારની સ્પીડ લગભગ 120 કિલોમીટર પ્રતિ કલાક હતી

गुजरात के साबरकांडा में एक दर्दनाक सड़क हादसे का वीडियो भरत केसवाणी नामक व्यक्ति ने अपने व्हाट्सएप स्टेटस पर डाला था, जो हादसे में जान गंवा चुका है। वीडियो में कार के अंदर सभी लोग गा रहे हैं और आनंद ले रहे हैं। इस हादसे में सात लोगों की मौत हुई थी।
— RAJESH KUMAR (@RajeshK38247873) September 26, 2024
#Gujarat #Sabarkantha #Video pic.twitter.com/POF6Dc12s3
સાબરકાંઠા : ગુજરાતના સાબરકાંઠામાં તાજેતરમાં એક કરુણ માર્ગ અકસ્માત થયો હતો, જેમાં સાત યુવકોએ જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માત વધુ સ્પીડના કારણે થયો હતો. આ ઘટના પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કારમાં સવાર તમામ લોકો મસ્તી કરતા - ગીતો ગાતા જોવા મળી રહ્યા છે અને તેમની કારની સ્પીડ લગભગ 120 કિલોમીટર પ્રતિ કલાક હતી.
આ વીડિયો ભરત કેસવાણી નામના વ્યક્તિએ તેના વોટ્સએપ સ્ટેટસ પર અપલોડ કર્યો હતો, જેણે અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કારની અંદર દરેક લોકો ગીતો ગાઈ રહ્યા છે અને મસ્તી કરી રહ્યા છે. પરંતુ આ તેમના જીવનનો છેલ્લો વીડિયો સાબિત થયો.
તપાસમાં બહાર આવ્યું છે કે કારમાં સવાર તમામ લોકો વિદેશી મિત્ર સાથે રાજસ્થાન ફરવા જઈ રહ્યા હતા. તેમની કાર હિંમતનગરના સહકારી જિન પાસે પહોંચી ત્યારે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં સાતેય લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે, જેની સારવાર ચાલી રહી છે. નોંધનીય છે કે આ પહેલા મહારાષ્ટ્રના જાલનામાં બસ અને ટ્રક વચ્ચે અથડામણમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
