<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

ઇન્‍દોરમાં ભરબજારમાં બ્રા પહેરીને નીકળી યુવતી

અશ્‍લીલતાની તમામ હદ પાર કરી : ૧૦ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ : બાદમાં ભુલ સમજાતા માફી માંગી

ઇન્‍દોર તા. ૨૭ : સોશિયલ મીડિયા પર ફેમસ થવાનું ભૂત લોકોના માથે એવું ચડ્‍યું છે કે તેઓ કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. તેના માટે તેઓ પોતાનો જીવ પણ જોખમમાં નાખી દેતા હોય છે. સાથે જ અશ્‍લીલતાને પણ વધારી રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો કિસ્‍સો મધ્‍ય પ્રદેશના ઈન્‍દોર જિલ્લામાંથી સામે આવ્‍યો છે. જયાં એક છોકરી ફક્‍ત બ્રા પહેરીને ઈન્‍દોરની ભરચક બજારમાં ફરતી જોવા મળી હતી. જેને જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતાં. આ છોકરીએ બાદમાં પોતાની ભૂલ સ્‍વીકારી અને લોકોની માફી પણ માંગી હતી. છોકરીએ પોતાના વીડિયોમાં માફી તો માંગી પણ સુસાઈડ કરવાની ધમકી પણ આપી દીધી છે. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ છોકરી વિરૂદ્ધ ૧૦ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

શહેર મહિલા કોંગ્રેસ અને મા અહિલ્‍યા મંચે પોલીસ કમિશ્નરને છોકરી વિરૂદ્ધ આવેદન આપ્‍યું છે. ટૂંકા કપડાં પહેરીને ઈન્‍દોરમાં ફરતી યુવતીનો વાયરલ થયેલો વીડિયો હવે બરાબરનો ચગ્‍યો છે. એક દિવસ પહેલા વાયરલ વીડિયો પર છોકરીએ ટિપ્‍પણી કરતા કહ્યું હતું કે, ‘મને કોઈ ફરક પડતો નથી. ૧૦૦થી ૨૦૦ ચેનલમાં પણ હું આવીશ, જેને વાંધો હોય તે મને આવીને વાત કરી શકે છે.' છોકરી વિરૂદ્ધ વીડિયો મામલામાં ૧૦ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આહિલ્‍યા મંચે કહ્યું કે, આ અહિલ્‍યા નગરી છે. સંસ્‍કૃતિ ખરાબ કરનારી યુવતી પર આકરી કાર્યવાહી કરવામાં આવે.

તો વળી મામલો મેદાને પડતા યુવતીએ ઈન્‍દોરની જનતા પાસે માફી માંગી છે. તેણે કહ્યું કે, ‘મારાથી ભૂલ થઈ છે, મને માફ કરો.' તો વળી આ મામલે ઈન્‍દોર પોલીસ પણ કન્‍ફયુઝ થઈ ગઈ છે. તે મામલામાં કાયદાકીય સલાહ લઈ રહી છે કે કઈ ધારામાં કેસ નોંધવામાં આવે. તો વળી આ વીડિયોને લઈને રાજયના કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘આ કિસ્‍સો મારા ધ્‍યાનમાં આવ્‍યો છે, જેના વિરૂદ્ધ અમુક મહિલા સંગઠન પોલીસ કમિશ્નરને આ સંબંધમાં આવેદન આપશે. ઈન્‍દોર સાંસ્‍કૃતિક વિરાસતનું શહેર છે, જેમાં આ પ્રકારની અભદ્રતા હોવી જોઈએ નહીં.

 

(10:12 AM IST)