<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

ઓફિસમાં કામનું દબાણ છુપાવે છે કંપનીઓ ! મોટાભાગની મહિલાઓ ફરિયાદ નોંધાવતી નથી

કંપનીઓ કર્મચારીઓ પર કામ કરવા માટે દબાણ કરે છે પરંતુ ૯૪૦ કંપનીઓમાંથી કોઈ કંપની સામે કોઈ ફરિયાદ નોંધાઈ નથી : BRSR ડેટાએ ચોંકાવનારા ખૂલાસા કર્યા

નવી દિલ્‍હી, તા.૨૭: કોઈપણ કચેરીમાં કર્મચારીને કોઈ ફરિયાદ ન હોય તે મુશ્‍કેલ છે, પરંતુ કર્મચારીઓ ફરિયાદ કરવા આગળ આવતા નથી. જો ફરિયાદો કામના દબાણને લગતી હોય તો કંપનીઓ પણ તેને છુપાવે છે. બિઝનેસ રિસ્‍પોન્‍સિબિલિટી એન્‍ડ સસ્‍ટેનેબિલિટી રિર્પોટિંગ (BRSR) ડેટા અનુસાર, ૨૦૨૩માં લગભગ ૯૪૪ કંપનીઓના કર્મચારીઓ દ્વારા કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. તે સ્‍પષ્ટ છે કે કાં તો તેમને કંપની સાથે કોઈ ફરિયાદ નહોતી અથવા ફરિયાદો છુપાવવામાં આવી હતી.

ડેટા અનુસાર, ભારતની ટોચની ૧૦૬૨ લિસ્‍ટેડ કંપનીઓને ૨૦૨૩માં કર્મચારીઓ તરફથી સ્‍વાસ્‍થ્‍ય અને સુરક્ષા સંબંધિત ૨.૨૦ લાખથી વધુ ફરિયાદો મળી હતી. આ સિવાય ઓવર વર્કિગની લગભગ ૭૫ હજાર ફરિયાદો આવી હતી. આ ફરિયાદો માત્ર કેટલીક કંપનીઓમાં જ જોવા મળી હતી. ૯૨૦ કંપનીઓએ કહ્યું કે તેમને કામ કરવાની પરિસ્‍થિતિઓ અંગે કોઈ ફરિયાદ મળી નથી. કંપનીઓ દાવો કરે છે કે તેઓએ તમામ ફરિયાદોનું નિરાકરણ કરી લીધું છે. કંપનીઓમાં સુરક્ષાને લગતી મોટાભાગની ફરિયાદો મહિલાઓની છે. જો કે મોટા ભાગના કિસ્‍સાઓમાં મહિલાઓ ફરિયાદ નોંધાવતી નથી.

ટાટા ઇન્‍સ્‍ટિટયૂટ ઑફ સોશિયલ સાયન્‍સના પ્રોફેસર બિનો પૉલ કહે છે કે કર્મચારીઓ તરફથી ફરિયાદ ન કરવી એ ગંભીર ચિંતાનો વિષય છે. તે અશકય છે કે ત્‍યાં કોઈ ફરિયાદ નથી. પ્રો. પૌલે કહ્યું કે કંપની અને કર્મચારી મેનેજમેન્‍ટ વચ્‍ચે વધુ નફો મેળવવા માટે સંબંધ રહ્યો છે. આવી સ્‍થિતિમાં કર્મચારીની સ્‍વાયત્તતા ઘટી રહી છે.

રોજગાર અને શ્રમ કાયદાના નિષ્‍ણાત વિક્રમ શ્રોફ સમજાવે છે કે કંપનીઓએ સ્‍વાસ્‍થ્‍ય અને સલામતી સંબંધિત ઘણા કાયદાઓનું પાલન કરવાની જરૂર છે. કેટલાક કિસ્‍સાઓમાં, આરોગ્‍ય અને સલામતી અંગે સમિતિની રચના કરવાની જરૂર છે. જો કે, કોવિડના અનુભવને ધ્‍યાનમાં રાખીને, ઘણી કંપનીઓ કાર્યસ્‍થળ પર વધુ સારું વાતાવરણ પ્રદાન કરી રહી છે. ઘણી કંપનીઓ સમયાંતરે સર્વે વગેરે દ્વારા કર્મચારીઓની સમસ્‍યાઓ જાણતી રહે છે અને તેનું નિરાકરણ કરતી રહે છે. આનાથી ફરિયાદો ઓછી અથવા દૂર થઈ છે.

અર્ન્‍સ્‍ટ એન્‍ડ યંગ (EY) ઇન્‍ડિયાની ૨૬ વર્ષીય મહિલા કર્મચારી અન્ના સેબેસ્‍ટિયન પેરેઇલનું પુણેમાં અવસાન થયું હતું. આરોપ છે કે અણ્‍ણાનું મળત્‍યુ કામના વધુ પડતા દબાણને કારણે હાર્ટ એટેકથી થયું હતું.

સોફ્‌ટવેર એન્‍જિનિયર કાર્તિકેયને (૩૮) ચેન્નાઈમાં વધુ પડતા કામના દબાણને કારણે આત્‍મહત્‍યા કરી.

લખનૌમાં એચડીએફસી બેંકની મહિલા અધિકારી સદફ ફાતિમા (૪૫) ખુરશી પરથી પડી ગઈ અને તેનું મળત્‍યુ થયું. હાર્ટ એટેકના કારણે મોતની આશંકા તબીબોએ વ્‍યક્‍ત કરી છે. કર્મચારીઓના જણાવ્‍યા અનુસાર, તે ભારે દબાણમાં કામ કરી રહી હતી.

દક્ષિણ કોરિયન કંપની સેમસંગના તમિલનાડુમાં શ્રીપેરુમ્‍બુદુર પ્‍લાન્‍ટમાં ૧૭ દિવસથી હડતાળ ચાલી રહી છે. કંપનીએ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની ચેતવણી આપી છે. કર્મચારીઓ પગારમાં વધારો કરવા, કામના કલાકો વધારીને ૮ કલાક કરવા, સેમસંગ ઈન્‍ડિયા લેબર વેલ્‍ફેર યુનિયનના નામે સંગઠન બનાવવા અને કંપની પાસેથી માન્‍યતા આપવાની માંગ કરી રહ્યા છે.

(10:15 AM IST)