<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

અમદાવાદમાં ૩પ કોલ સેન્ટર ઉપર સીબીઆઇના દરોડા

ગાંધીનગર-અમદાવાદ પોલીસની મદદ ન લેવાઇઃ ગઇકાલથી શરૂ થયેલ ''રેડ'' આખી રાત ચાલી : ૩૫૦ અધિકારીઓ ત્રાટકતા કોલ સેન્ટર માફીયાઓમાં સોપો

રાજકોટ, તા. ર૭ : વિદેશી નાગરિકોને ફસાવીને તેમના રૂપિયા પડાવતી આખી સિસ્ટમ કોલ સેન્ટરના નામે ચાલતી હોય છે અને તેમાં અનેક લોકોના રૂપિયા પડાવી લેતા હોવાના કિસ્સા સામે આવ્યા છે.

ફરી એક વખત ગુજરાતમાં સીબીઆઇની ૩૫૦ લોકોની ટીમ ૩૫ જગ્યાએ દરોડા પાડ્યા હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં અમદાવાદ શહેર અને આસપાસની જગ્યામાં ચાલતા ગેરકાયદેસર કોલ સેન્ટર પર દરોડા પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ગાંધીનગર ખાતેની ગુજરાત પોલીસની કચેરીને પણ જાણ થઈ છે અને જરૂર પડશે તેમની મદદ લેવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી છે.

અમેરિકન નાગરિકોને તેમના લોન અથવા ક્રેડિટ ક્રેડિટ કાર્ડના નામે ડરાવીને તેમની પાસેથી ડોલર પડાવવાના રેકેટનો અગાઉ પણ અનેક વખત પર્દાફાશ થયો હતો. જેમાં મોટા કોલ સેન્ટરના માફીયાઓ અબજો રૂપિયા પોતાના ઘર ભેગા કરી દીધા છે. અહીં લાઈફ સ્ટાઈલ માટે જાણિતા આ કોલ સેન્ટર માફિયા નવા જરૂરિયાતમંદ યુવાનોને મોટા રૂપિયા આપવાની લાલચ આપીને કોલ સેન્ટર ચલાવડાવે છે અને તેમાં લોકોને ફસાવીને આખી સિસ્ટમમાં ડોલર ભેગા કરી લેતા હોય ??.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેર અને આસપાસની જગ્યાએ અંદાજે ૩૫ જેટલા કોલ સેન્ટર પર દિલ્હી સીબીઆઇની ટીમે દરોડા પાડ્યા છે. ગઈકાલે મોડીરાત થી આ દરોડા ચાલી રહ્યા છે. જેમાં અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં કેટલાક કોલ સેન્ટર હોવાની પણ વાત સામે આવી રહી છે. એટલું જ નહીં આ કોલ સેન્ટરની રેડમાં સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર સીબીઆઇના ૩૫૦થી વધુ લોકો ગઈકાલે અમદાવાદ આવી પહોંચ્યા હતા અને આખી રાત રેડ ચાલુ રાખી હતી.

ગાંધીનગરના અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે વિદેશી નાગરિકોને છેતરવાની આ વિગતો વગર સીબીઆઇના ૩૫૦થી વધુ લોકો ગઈકાલે અમદાવાદ આવી પહોંચ્યા હતા અને આખી રાત રેડ ચાલુ રાખી હતી.

સીબીઆઇને જાણવા મળી હતી. જે આધારે તેમણે રેડ કરી છે. હજી રેડમાં શું નીકળ્યુ઼ છે તે જાણવા મળ્યું નથી. પરંતુ આ શંકાને આધારે ખૂબ મોટી રેડ અમદાવાદમાં ચાલી રહી છે.

 

(3:54 PM IST)