સમગ્ર ગુજરાતમાં કેસરિયો લહેરાયો 1:25 PM
રાજકોટ ફરી ભાજપનો ગઢ સાબિત 3:37 PM
News of Friday, 27th September 2024
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 'કાંટે કી ટક્કર' વચ્ચે સ્થાયી સમિતિની ચૂંટણીમાં ભાજપની જીત : AAP ઉમેદવારને એક પણ મત ન મળ્યો
શાસક AAP અને કોંગ્રેસના કાઉન્સિલરોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો, જેના પરિણામે ભાજપના ઉમેદવાર સુંદર સિંહ બિનહરીફ જીત્યા : સ્થાયી સમિતિ છે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (BJP)એ શુક્રવારે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની 18 સભ્યોની સ્ટેન્ડિંગ કમિટીની છેલ્લી ખાલી પડેલી સીટ પર બિનહરીફ જીત મેળવી હતી. હકીકતમાં સત્તાધારી AAP અને કોંગ્રેસના કાઉન્સિલરોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.
બીજેપીના ઉમેદવાર સુંદર સિંહને પાર્ટીના તમામ 115 કાઉન્સિલરોના વોટ મળ્યા, જ્યારે AAPના નિર્મલા કુમારીને એક પણ વોટ ન મળ્યો. સ્થાયી સમિતિ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે. આ ચૂંટણી પરિણામ સાથે, ભાજપની પેનલમાં હવે 10 સભ્યો છે જ્યારે સત્તાધારી AAP પાસે માત્ર આઠ છે.
આ પ્રથમ વખત હતું જ્યારે તેની ચૂંટણી AAP અને કોંગ્રેસના કાઉન્સિલરોની ભાગીદારી વિના યોજાઈ હતી. ભાજપના કાઉન્સિલર કમલજીત સેહરાવત પશ્ચિમ દિલ્હીથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા બાદ આ બેઠક ખાલી પડી હતી.
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
