News of Friday, 27th September 2024
સોનું અને ચાંદીમાં તેજીનો ચળકાટ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 50 વધીને રૂપિયા 78,300 પહોંચ્યા : અમદાવાદમાં ચાંદીના રૂપિયા 90 હજારને પાર

નવી દિલ્હી : સોના અને ચાંદીના ભાવમાં સતત તેજીની આગેકૂચ જોવા મળી રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 50 વધીને રૂપિયા 78,300 પહોંચ્યા છે. જ્યારે દિલ્હી ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 500 ઉછળી રૂપિયા 94,500 રહ્યા છે.
તહેવારો તથા લગ્નગાળાની સિઝનમાં માંગને ધ્યાનમાં રાખીને સ્થાનિક જ્વેલર્સ દ્વારા વ્યાપક ખરીદી કરવામાં આવી છે. બીજી બાજુ આંતરરાષ્ટ્રીય સ્તરે US ફેડરલ રિઝર્વ દ્વારા આગામી સમયમાં વ્યાજ દરોમાં વધુ આક્રમક રીતે ઘટાડો કરશે તેવા આશાવાદનો પણ બન્ને કિંમતી ધાતુને ટેકો મળ્યો હતો.
દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસ દીઠ ભાવ 2,687 ડોલર પર ક્વોટ થયા હતા. જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 0.36 ડોલર ગગડી 32.23 ડોલર પર ક્વોટ થયા હતા.
અમદાવાદ ખાતે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 90,500 પહોંચ્યો છે. જ્યારે અમદાવાદ સોનું (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 78,000 અને અમદાવાદ સોનુ (99.5)નો 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 77,800 થયો છે.
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
