હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારત સાથે દુશમની મોંઘી પડી માલદીવને, હવે પગાર આપવાના પણ ફાંફા
ચીન સમર્થક માનવામાં આવતા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જૂએ તેના દેશ ને બરબાદ કરી દીધો : દેશની આર્થિક સ્થિતિ સાવ ભંગાર

નવી દિલ્હી : ભારત સાથે દુશ્મની કરીને ચીન સમર્થક મોહમ્મદ મુઇજ્જૂએ પર માનવામાં આવતા દેશ માલદીવને બરબાદ કરી દીધો છે. મુઇજ્જૂ રાષ્ટ્રપતિ બન્યા બાદ માલદીવ તેના ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. દેશની આર્થિક વ્યવસ્થા એવી રીતે બરબાદ થઈ ગઈ છે કે સરકારી કર્મચારીઓને પગાર આપવાના પૈસા પણ નથી. માલદીવના એક ન્યૂઝ પોર્ટલના અહેવાલ અનુસાર, મુઇજ્જૂ સરકારે કર્મચારીઓને પગાર આપવા માટે બેંક ઓફ માલદીવ પાસેથી 800 મિલિયનની લોન લીધી છે.
આ અહેવાલમાં એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય બેંકે માલદીવના નાણા મંત્રાલયને 800 મિલિયન એમવીઆરનો લોન આપી છે. સાથે જ અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે આ લોન સરકારે કર્મચારીઓને પગાર આપવા માટે લીધી છે. આ બધા વચ્ચે નિષ્ણાતોએ માલદીવની આર્થિક સ્થિતિને લઈને ચેતવણી આપી છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે કે જયારે ભારતે 50 મિલિયન અમેરિકન ડોલરના દેવાની ચુકવણી માટે એક વર્ષનો સમય આપ્યો છે.
ભારતે દેવું ચુકવવા માટે આપ્યો સમય
માલદીવે ગયા મહિને જ 50 મિલિયન અમેરિકન ડોલરનું દેવું ચૂકવવાનું હતું, પરંતુ આર્થિક સંકટને કારણે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જૂએ ભારત સરકાર પાસેથી સમય આપવાની વિનંતી કરી હતી. આ વર્ષે જ જૂન મહિનામાં મુઇજ્જૂ સરકારે આર્થિક સંકટને દૂર કરવા માટે ખર્ચમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે 'અમે રાષ્ટ્રના ખર્ચને ઓછો કરવા માટે ઘણા ઉપાયો લાગૂ કરવાનો નિર્ણય લીધો છે.' આમાં રાજનીતિક પદોને ઓછા કરવા, ખર્ચ ઓછો કરવો અને વિવિધ પ્રસંગોએ થતા આયોજનોને ન કરવાનો નિર્ણય સામેલ હતો.
માલદીવમાં આથિક સંકટનું જવાબદાર કોણ?
બીજી તરફ નિષ્ણાતોનું કહેવું છે કે માલદીવમાં આથિક સંકટ ઉભું થવા પાછળ સરકારી ખર્ચમાં વધારો છે. રાષ્ટ્રપતિની ખુરશી પર બેસતા જ મોહમ્મદ મુઇજ્જૂએ તુર્કી પાસેથી 37 મિલિયન અમેરિકન ડોલરમાં ડ્રોન ખરીદ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં માલદીવે ભારતને 50 મિલિયન અમેરિકન ડોલરના દેવાને વ્યાજ સહિત ચુકવ્યું હતું, જયારે એ સમયે એને ચુકવવાની કોઈ જરૂર ન હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
