તા. ૨૪ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૮ મંગળવાર
૧ ઓકટોબરથી નિયમોમાં નવા અપડેટ જોવા મળશેઃ એલપીજીની કિંમત માંડી પીપીએફ ખાતા સુધી સરકાર કરશે મોટા ફેરફારો
સામાન્ય માણસ માટે આ નિયમોથી વાકેફ રહેવું જરૂરીઃ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે

નવી દિલ્હી. આવતા મહિનાની પહેલી તારીખ એટલે કે 1 ઓક્ટોબરથી સામાન્ય માણસ સાથે જોડાયેલી ઘણી બાબતોમાં ફેરફાર થવાના છે. તેમાં એલપીજીની કિંમતોથી લઈને પીપીએફ ખાતા સુધીના નિયમોનો સમાવેશ થાય છે. વાસ્તવમાં, દર મહિનાની પ્રથમ તારીખે ઘણા ફેરફારો થાય છે. સરકારી અને બિનસરકારી કંપનીઓ પણ તેમના નિયમોમાં ફેરફાર કરે છે. સામાન્ય માણસ માટે આ નિયમોથી વાકેફ રહેવું જરૂરી છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે.
સામાન્ય રીતે દર મહિનાની પહેલી તારીખે સરકાર એલપીજીના ભાવમાં ફેરફાર કરે છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને એલપીજીના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં આ વખતે પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફારની આશા છે. ગયા મહિને કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો, જ્યારે ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર થયો ન હતો.
એલપીજી સિલિન્ડરની કિંમતો બદલવાની સાથે, દર મહિનાની પહેલી તારીખે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એર ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ) અને સીએનજી-પીએનજીના ભાવમાં પણ ફેરફાર કરે છે. આવી સ્થિતિમાં આ વખતે પણ ફેરફાર જોવા મળી શકે છે.
જો NRI ખાતાધારકો નિયમો અનુસાર તેમનું PPF એકાઉન્ટ અપડેટ નહીં કરે તો તેમને કોઈ વ્યાજ નહીં મળે. નવી માર્ગદર્શિકા અનુસાર, બાળક 18 વર્ષનું ન થાય ત્યાં સુધી સગીરોના નામે ખોલવામાં આવેલા PPF ખાતા પર POSA વ્યાજ દર લાગુ થશે. આ સિવાય, જો કોઈ વ્યક્તિ પાસે એક કરતા વધુ PPF એકાઉન્ટ છે, તો સ્કીમનો વ્યાજ દર મુખ્ય ખાતા પર જ લાગુ થશે.
સુકન્યા સમૃદ્ધિ યોજના પર પણ નવા નિયમો લાગુ થશે, નવા નિયમો હેઠળ 1 ઓક્ટોબરથી માત્ર દીકરીઓના કાનૂની વાલી જ આ એકાઉન્ટ ઓપરેટ કરી શકશે. હવે દાદા-દાદી દ્વારા માતા-પિતાના નામ વિના, કાયદેસરના વાલી અથવા કુદરતી માતા-પિતાના નામે ખોલવામાં આવેલા ખાતા ટ્રાન્સફર કરવા જરૂરી રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
