News of Sunday, 29th September 2024
નેપાળમાં પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે વિનાશ : કાઠમંડુ ખીણમાં સૌથી વધુ નુકસાન : અત્યાર સુધીમાં 112 મૃત અને 68 ગુમ : 56 જિલ્લામાં એલર્ટ : લલિતપુરમાં 20, ધાડિંગમાં 15, કાઠમંડુમાં 12, મકવાનપુરમાં 7, સિંધુપાલ ચોકમાં 4, દોલખામાં 3 અને પંચથર અને ભક્તપુર જિલ્લામાંથી 5 મૃતદેહ મળી આવ્યા
નેપાળ સરકાર નુકસાન અંગે સર્વે કરવામાં વ્યસ્ત : કાઠમંડુમાં વરસાદે 54 વર્ષનો રેકોર્ડ તોડ્યો : ગત વર્ષ કરતા આ વખતે વધુ વરસાદ : લોકોને સતર્ક રહેવાની સલાહ

નેપાળ તા.૨૯
નેપાળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ છે. પૂરને કારણે કાઠમંડુ ખીણમાં સૌથી વધુ નુકસાન થયું છે. અત્યાર સુધીમાં 112 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 68 લોકો ગુમ છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. દેશના 56 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.
નેપાળ સરકાર નુકસાનનું આકલન કરવામાં વ્યસ્ત છે.
કાઠમંડુમાં વરસાદે 54 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.ગત વર્ષ કરતા આ વખતે વધુ વરસાદ પડયો છે. નેપાળમાં છેલ્લા 24 કલાકમાં પૂર અને ભૂસ્ખલનના કારણે 112 લોકોએ જીવ ગુમાવ્યા છે. 68 લોકો ગુમ છે અને 100 થી વધુ ઘાયલ છે. નેપાળ આર્મ્ડ પોલીસ ફોર્સ અને પોલીસના જણાવ્યા અનુસાર રવિવાર સવાર સુધી કાવરેપાલન ચોકમાંથી કુલ 34 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.
લલિતપુરમાં 20, ધાડિંગમાં 15, કાઠમંડુમાં 12, મકવાનપુરમાં 7, સિંધુપાલ ચોકમાં 4, દોલખામાં 3 અને પંચથર અને ભક્તપુર જિલ્લામાંથી 5-5 મૃતદેહ મળી આવ્યા હતા. ધનકુટા અને સોલુખુમ્બુમાં બે-બે અને રામછાપ, મહોત્તરી અને સુનસારી જિલ્લામાંથી એક-એક મૃતદેહ મળી આવ્યો હતો.
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
