News of Sunday, 29th September 2024
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને હલચલઃ મહારાષ્ટ્રમાં સીટ વહેંચણીને લઈને મોડી રાત્રે NDAની મોટી બેઠક બોલાવીઃ 11 વાગ્યાથી શરૂ થયેલી બેઠક સવારના 3 વાગ્યા સુધી ચાલી
બેઠકમાં સીએમ એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, શિવસેનાના નેતા અને મંત્રી ઉદય સામંત, રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતાઓ પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેએ હાજરી આપી હતીઃ મહાયુતિના મતવિસ્તારોની ફાળવણી અને વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો કોણ હોવા જોઈએ તે અંગે ચર્ચા થઇ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને હલચલ શરૂ થઈ ગઈ છે. ચૂંટણીની તારીખો કોઈપણ દિવસે જાહેર થઈ શકે છે. તે પહેલા શનિવારે રાત્રે મુખ્યમંત્રી એકનાથ શિંદેના વર્ષા આવાસ પર મહાયુતિ ગઠબંધનની બેઠક વહેંચણીને લઈને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સીએમ એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, શિવસેનાના નેતા અને મંત્રી ઉદય સામંત, રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતાઓ પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેએ હાજરી આપી હતી. 11 વાગ્યાથી શરૂ થયેલી બેઠક સવારના 3 વાગ્યા સુધી ચાલી હતી, જેમાં મહાયુતિના મતવિસ્તારોની ફાળવણી અને વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો કોણ હોવા જોઈએ તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. સીએમ આવાસ પર લગભગ ચાર કલાક સુધી ચાલેલી આ બેઠકને મહાયુતિની બેઠક વહેંચણીને લઈને સંપૂર્ણ નહીં પણ અંતિમ બેઠક તરીકે ગણવામાં આવી રહી છે.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
