News of Sunday, 29th September 2024
દિલ્હીના નાંગલોઈમાં સનસનાટીભરી ઘટના : દારૂના દાણચોરે કોન્સ્ટેબલને કાર વડે કચડીને દસ મીટર સુધી ઢસડીને મોતને ઘાટ ઉતાર્યા
પોલીસે કાર રોકવાનો પ્રયાસ કરતા દારૂના બુટલેગરે કાર બેફામ ચલાવી : કાર જપ્ત કરી લેવાય : આરોપીની શોધ ખોળ

નવી દિલ્હી તા.૨૯
દિલ્હીમાં એક દારૂની તસ્કરીએ દિલ્હી પોલીસના કોન્સ્ટેબલનો જીવ લીધો. દારૂના દાણચોરે કોન્સ્ટેબલને તેની કાર વડે કચડીને મારી નાખ્યો. ગુનાને અંજામ આપી તસ્કર ફરાર થઇ ગયો હતો.
દેશની રાજધાની દિલ્હીમાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. દિલ્હીના નાંગલોઈ વિસ્તારમાં દારૂના તસ્કરે એક કોન્સ્ટેબલને તેની કારથી કચડીને મારી નાખ્યો. દારૂની હેરાફેરી કરનાર ગુનો કરી ફરાર થઈ ગયો હતો. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
શનિવારની મોડી રાત્રે નાંગલોઈ વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન જ્યારે રોકવાનો સંકેત આપવામાં આવ્યો, ત્યારે એક દારૂના દાણચોરે દિલ્હી પોલીસના કોન્સ્ટેબલને તેની કારથી જોરથી ટક્કર મારી અને તેને 10 મીટર સુધી ખેંચી ગયો.
ગંભીર રીતે ઘવાયેલા કોન્સ્ટેબલ સંદીપને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે કાર કબજે કરી લીધી છે, જ્યારે આરોપી ફરાર થઈ ગયો છે. આ ઘટના મોડી રાત્રે બની હતી. પોલીસ અધિકારીઓ સ્થળ પર તપાસમાં વ્યસ્ત છે.
(12:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
