<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th September 2024

છત્તીસગઢના બીજાપુર જિલ્લાના તારેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકસલવાદીઓની શોધખોળ દરમિયાન IEDને નિષ્ક્રિય કરતી વખતે વિસ્ફોટ : CRPFના એક આસિસ્ટન્ટ કમાન્ડન્ટ , પાંચ જવાન , એક ઈન્સ્પેક્ટર અને 3 કોન્સ્ટેબલ ઘાયલ

બીજાપુર જિલ્લામાં છેલ્લા સાત મહિનાથી IED વિસ્ફોટની ઘટનાઓ સતત બનતા ભારે ચિંતા જોકે ઈજાગ્રસ્તો ભયમૂકત હોવાથી રાહત

બીજાપુરતા.૨૯

 છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં તારેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવેલા IED બ્લાસ્ટમાં પાંચ જવાનો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, સૈનિકો ચિન્નાગેલુર સીઆરપીએફ કેમ્પમાંથી ડિમાઈનિંગ ડ્યુટી પર નીકળ્યા હતા. ડિમાઈનિંગ દરમિયાન આઈઈડી ડિફ્યુઝ કરતી વખતે થયેલા વિસ્ફોટને કારણે પાંચ સૈનિકોને નાની મોટી ઈજાઓ થઈ હતી.

ઘાયલ સૈનિકોને મેડિકલ કેમ્પમાં પ્રાથમિક સારવાર બાદ બીજાપુર જિલ્લા મુખ્યાલયમાં સારવાર માટે લાવવામાં આવી રહ્યા છે. SP બીજાપુરે આ ઘટનાની પુષ્ટિ કરી છે. આ ઘટના રવિવારે સવારે 7 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે.

ઘાયલોમાં એક આસિસ્ટન્ટ કમાન્ડન્ટ, એક ઈન્સ્પેક્ટર અને ત્રણ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. આ તમામ 153મી બટાલિયનના છે. મળતી માહિતી મુજબ, આ તમામ સવારે સર્ચ ઓપરેશનમાં નીકળ્યા હતા. દરમિયાન, IED ડિમાઇન કરતી વખતે આ અકસ્માત થયો હતો.

આઈડી બ્લાસ્ટમાં પાંચ જવાનો ઘાયલ થયા છે. આ તમામ હાલ ખતરાની બહાર છે. તારેમમાં પ્રાથમિક સારવાર બાદ તેને બીજાપુર રીફર કરવામાં આવ્યો છે. બીજાપુર જિલ્લામાં છેલ્લા સાત મહિનાથી IED વિસ્ફોટની ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે, જેમાં સૈનિકોને નુકસાન થયું છે. 

(1:24 PM IST)