<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th September 2024

જમ્મુ કાશ્મીરમાં આજે બે જગ્યાએ અથડામણ : બે આતંકવાદીને ઠાર મરાયા : એક પોલીસ હેડ કોન્સ્ટેબલ શહીદ : સાત પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ ઈજાગ્રત

દેવસર ગામમાં સુરક્ષા દળના જવાનો એક અજાણ્યા આતંકવાદીઓને મારી નાખ્યા : ઓળખ મેળવવા સુરક્ષા ટીમો દ્વારા તપાસનો ધમધમાટ

( સુરેશ ડુગર દ્વારા) જમ્મુ તા.૨૯

          જમ્મુ કાશ્મીરમાં આજે બે જગ્યાએ અથડામણ થતા બે આતંકવાદીને ઠાર મરાયા છે.એક પોલીસ હેડ કોન્સ્ટેબલ શહીદ થયા છે.સાત પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ ઈજાગ્રત થયા છે.દેવસર ગામમાં સુરક્ષા દળના જવાનો એક અજાણ્યા આતંકવાદીઓને મારી નાખ્યા છે. ઓળખ મેળવવા સુરક્ષા ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

    આ અથડામણમાં ડીએસપી ઓપરેશન સુખવીરસિંહ અને એક સહાયક પોલીસ ઓપનીરીક્ષક ઘાયલ થયા હતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં ડીએસપીની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે

(2:53 PM IST)