News of Sunday, 29th September 2024
જમ્મુ કાશ્મીરમાં ભાજપ સરકાર બનાવી રહી હોવાના નરેન્દ્રભાઈના દાવા સામે ઉંમર અબ્દુલ્લાએ કહ્યું કે અમે બે ચરણમાં ભાજપને પછાડ્યું
જમ્મુ કાશ્મીરમાં અંતિમ ચરણના મતદાન પહેલા દાવા પ્રતિદાવાનો શીલશીલો શરૂ થયો : પરિણામ ઉપર સૌની નજર

( સુરેશ ડુગર દ્વારા)જમ્મુ તા.૨૯
જમ્મુ કાશ્મીરમાં ભાજપ સરકાર બનાવી રહી હોવાના નરેન્દ્રભાઈના દાવા સામે ઉંમર અબ્દુલ્લાએ કહ્યું કે અમે બે ચરણમાં ભાજપને પછાડ્યું છે.જમ્મુ કાશ્મીરમાં અંતિમ ચરણના મતદાન પહેલા દાવા પ્રતિદાવાનો શીલશીલો શરૂ થયો છે.પરિણામ ઉપર સૌની નજર છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં ઐતિહાસિક ચૂંટણી થઈ છે. પહેલી વખત કેન્દ્રશાષિત પ્રદેશમાં પૂર્ણ બહુમત સાથે ભાજપ સરકાર બનાવશે. સપ્ટેમ્બર 2016 ની સર્જીકલ સ્ટ્રાઈકે ભારતના દુશ્મનોને હલબલાવી નાખ્યા છે કોઈપણ દેશ ભારત સામે આંખ ઊંચી કરીને જોઈ નહીં શકે આતંકવાદના આકાઓને પણ ખબર છે કે મોદી તેમને ગમે ત્યાંથી શોધી લેશે.
જ્યારે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફેન્સના ઉપાધ્યક્ષ ઉંમર અબ્દુલ્લા એ કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવવાના ભાજપના પ્રયાસોને અમે રોકવામાં સફળ થયા છીએ.
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
