<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th September 2024

નર્મદા એક્સપ્રેસ સહિત 16 ટ્રેન પાટા પર પરત ફરશે: મુસાફરોને મળશે રાહત

છતીસગઢમાં બે દિવસ પહેલા રેલ્વે યાર્ડ રિમોડેલિંગને કારણે 26 ટ્રેનો રદ કરવાની જાહેરાત કરી હતી: હવે રેલ્વેએ 16 ટ્રેનોને પુનઃસ્થાપિત કરાઈ

રાયપુર: બિલાસપુર-કટની ત્રીજી રેલ લાઇન પ્રોજેક્ટ હેઠળ બિરસિંહપુર રેલ્વે સ્ટેશનને ત્રીજી લાઇન સાથે જોડવા માટે યાર્ડ રિમોડેલિંગ કાર્ય હાથ ધરવા રેલવેએ બે દિવસ પહેલા 26 એક્સપ્રેસ ટ્રેનો રદ કરી હતી. હવે ફરીથી રેલવેએ આમાંથી 16 ટ્રેનોને પુનઃસ્થાપિત કરીને દોડાવવાની જાહેરાત કરીને મુસાફરોને મોટી રાહત આપી છે. રેલ્વે અધિકારીઓએ જણાવ્યું કે બિરસિંહપુર રેલ્વે સ્ટેશનને ત્રીજી રેલ્વે લાઈન સાથે જોડવાનું કામ 3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. દરમિયાન, ગરીબ રથ, નૌતનવા સહિત 26 એક્સપ્રેસ ટ્રેનોને 13 દિવસ માટે રદ કરવાની સાથે, બરૌની-ગોંદિયા એક્સપ્રેસને બંને બાજુથી ડાયવર્ટ કરાયેલા રૂટ દ્વારા ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

(7:42 PM IST)