<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

સીરિયામાં અમેરિકાની આર્મીએ કરી એરસ્ટ્રાઇકઃ ૩૭ આતંકવાદીઓ માર્યા ગયા

એરસ્ટ્રાઈકમાં ઈસ્લામિક સ્ટેટ ગ્રુપ અને અલ-કાયદા સાથે જોડાયેલા ૩૭ આતંકવાદીઓ માર્યા ગયા હતા

સીરિયા, તા.૨૯

અમેરિકાએ સીરિયામાં હવાઈ હુમલા કર્યા હતા. જેમાં ઈસ્લામિક સ્ટેટ ગ્રુપ અને અલ-કાયદા સાથે જોડાયેલા ૩૭ આતંકવાદીઓ માર્યા ગયા હતા. અમેરિકી સેનાએ દાવો કર્યો હતો કે આતંકવાદીઓના ઘણા ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. યુએસ સેન્ટ્રલ કમાન્ડ અનુસાર, અમેરિકાએ ઉત્તર-પશ્ચિમ સીરિયા પર હુમલો કર્યો હતો. જેમાં અલ-કાયદા સાથે જોડાયેલા હુર્રસ અલ-દિન જૂથના ટોચના નેતા અને અન્ય આઠને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ આતંકવાદીઓ સૈન્ય કાર્યવાહી પર નજર રાખવાની જવાબદારી હતી. આ સાથે સેન્ટ્રલ સીરિયામાં આઈએસના ટ્રેનિંગ કેમ્પ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ૨૮ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જેમાં ચાર સીરિયાના નેતાઓનો સમાવેશ થાય છે.

અમેરિકી સૈન્યના જણાવ્યા અનુસાર, હવાઈ હુમલાએ અમેરિકાના હિતોની સાથે સાથે અમારા સહયોગીઓ અને ભાગીદારો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ISISની તૈયારીઓને નષ્ટ કરી દીધી હતી. સીરિયામાં લગભગ ૯૦૦ અમેરિકન સૈનિકો તૈનાત છે. અમેરિકી દળો ઉત્તરપૂર્વ સીરિયામાં તેમના મુખ્ય સાથી કુર્દિશના નેતૃત્વ હેઠળની સીરિયન ડેમોક્રેટિક ફોર્સિસને સલાહ અને સહાય પૂરી પાડે છે.

અમેરિકન આર્મીએ ૧૬ સપ્ટેમ્બરે કરવામાં આવેલા હુમલાની પણ માહિતી આપી હતી. આ હુમલો મધ્ય સીરિયામાં દૂરના અજ્ઞાત સ્થળે આઇએસના તાલીમ શિબિર પર કરવામાં આવ્યો હતો. અમેરિકન સેનાએ હવાઈ હુમલો કર્યો હતો. જેમાં આ હુમલામાં ૨૮ આતંકીઓ માર્યા ગયા હતા. નોંધનીય છે કે સીરિયામાં લગભગ ૯૦૦ અમેરિકન સૈનિકો છે જે મુખ્યત્વે કટ્ટરપંથી ૈંજી જૂથની વાપસીને રોકવામાં લાગ્યા છે.  ૈંજીએ ૨૦૧૪માં મોટા પાયે ઈરાક અને સીરિયા પર કબજો કર્યો હતો.

ઈઝરાયેલની સેનાએ દાવો કર્યો હતો કે તેની વાયુસેનાએ લેબનોનમાં ૨૨૦ હવાઈ હુમલા કર્યા હતા અને તમામ ટાર્ગેટ હિઝબુલ્લા સાથે જોડાયેલા હતા. સેના દ્વારા જાહેર  કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જે લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા છે તેમાં હિઝબુલ્લાહનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોન્ચર્સ અને હથિયારોના સંગ્રહની સુવિધાઓ સામેલ છે. સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર સેનાએ હિઝબુલ્લાહના આતંકીઓ પર પણ હુમલો કર્યો હતો.

(12:53 AM IST)