News of Monday, 30th September 2024
ડિવોર્સ બાદ યો યો હની સિંહની લાઈફમાં આવી એક એક્ટ્રેસ રેપર છેલ્લા કેટલાક સમયથી હીરાને ડેટ કરી રહ્યા હતા

મુંબઈ, તા.૨૯: ફેમસ રેપર યો યો હની સિંહે શનિવાર રાત્રે એક્ટ્રેસ હીરા સોહલ સાથે પોતાના સંબંધોને સત્તાવાર કરી દીધા. સિંગરે અબૂ ધાબીમાં IIFA એવોર્ડ્સ ૨૦૨૪ના ગ્રીન કાર્પેટ પર હીરાની સાથે પોઝ આપ્યા. આ દરમિયાન બંનેના ચહેરા પર સ્માઈલ જોવા મળી. ઈવેન્ટથી હની સિંહ અને હીરા સોહલની સાથેની તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. કથિત રીતે રેપર છેલ્લા કેટલાક સમયથી હીરાને ડેટ કરી રહ્યા હતા. ત્યારે, શનિવારે બંનેએ એક-બીજાના હાથ પકડીને પોતાના સંબંધો સત્તાવાર જાહેર કર્યા. વીડિયોમાં હીરાને સિંગરની સાથે પોઝ આપતા અચકાતી જોઈ શકાય છે, પરંતુ પછી તેમણે તેનો હાથ પકડી લીધો અને તસવીરો ખેંચાવી. આ દરમિયાન પાપારાઝી પણ કપલને ટીઝ કર્યું, જે સાંભળીને હીરા શરમાઈ ગઈ. તો, હની સિંહ મજાક કરવામાં વ્યસ્ત જોવા મળ્યો.
યો યો હની સિંહના પ્રથમ લગ્ન શાલિની તલવાર સાથે થયા હતા, પરંતુ લગ્નના ૧૧ વર્ષ બાદ ૨૦૨૨માં બંનેએ ડિવોર્સ લઈ લીધા. ત્યારબાદ સિંગરે એક્ટ્રેસ ટીના થડાનીને ડેટ કરી, પરંતુ તે સંબંધ પણ લાંબો સમય ન ચાલી શક્યા અને ૨૦૨૩માં તેઓ અલગ થઈ ગયા. કથિત રીતે હની સિંહ અને હીરાની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી, અને તેમણે પહેલા મીડિયાની સામે પોતાના સંબંધો જાહેર ના કરવાનો નિર્ણય લીધો હતો. રિપોર્ટમાં દાવો કરાયો છે કે, સિંગર ઈન્ડસ્ટ્રીમાં પોતાના મિત્રો અને સહકર્મીઓની સામે ગર્વથી તેમણે પોતાની ગર્લફ્રેન્ડ તરીકે રજૂ કરી. હીરા સોહલ એક એક્ટ્રેસ છે અને તેમણે વધુ પડતા પંજાબી મ્યૂઝિક વીડિયોમાં અભિનય કર્યો છે. કેટલાક હિન્દી વેબ શોનો ભાગ હોવા સિવાય તેમણે સિદ્ધાર્ત મલ્હોત્રા અને અજય દેવગનની ફિલ્મ 'થેક્ન ગોડ'માં પણ એક નાનું પાત્ર ભજવ્યું હતું.
(12:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
