તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 30th September 2024
બેરૂતમાં પ્રથમવાર રહેણાંક મકાનો પર ડ્રોન ફાયરિંગ : ૪ના મોત
ઈઝરાયેલે બેરૂતના કોલા વિસ્તારમાં એક ઈમારત પર હુમલો કર્યોઃ ઈઝરાયેલ હવે હિઝબુલ્લાહના રાજકીય નેતાઓને નિશાન બનાવી રહ્યું છે

બેરૂત, તા.૩૦: હિઝબુલ્લાના ચીફ નસરાલ્લાહના મોત બાદ હવે ઇઝરાયેલ લેબનોનની રાજધાની બેરૂતમાં રહેણાંક વિસ્તારો પર પણ હુમલો કરી રહ્યું છે. ઈઝરાયેલે પ્રથમ વખત બેરૂતમાં રહેણાંક મકાનો પર ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલામાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થવાની આશંકા છે. રવિવારે મોડી સાંજથી બેરૂત
ઈઝરાયેલે બેરૂતના કોલા વિસ્તારમાં એક ઈમારત પર હુમલો કર્યો છે. શહેરની સીમામાં આ પ્રકારનો આ પહેલો હુમલો છે, મળતી માહિતી મુજબ, ઈઝરાયેલ હવે હિઝબુલ્લાહના અન્ય નેતાઓને નિશાન બનાવી રહ્યું છે.
ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ અનુસાર, ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ કહ્યું કે અમે રાતોરાત બેકા ઘાટીમાં હિઝબુલ્લાહના ડઝનબંધ સ્થાનો પર હુમલો કર્યો છે. IDFએ કહ્યું કે અમારા ફાઈટર પ્લેન્સે છેલ્લા ૨ કલાકમાં લેબનોનની બેકા ખીણમાં હિઝબુલ્લાહના ડઝનબંધ સ્થાનોને નિશાન બનાવ્યા છે. હુમલો કરાયેલા લક્ષ્યોમાં રોકેટ લૉન્ચર્સ અને ઇમારતોનો સમાવેશ થાય છે જ્યાં હિઝબુલ્લાહ શષાોનો સંગ્રહ કરી રહ્યો હતો. આઇડીએફએ દક્ષિણ લેબનોનમાં અન્ય લક્ષ્યો પર પણ હુમલો કર્યો હતો જેનો ઉપયોગ હિઝબોલ્લાહ દ્વારા ઇઝરાયેલ વિરુદ્ધ આતંકવાદી કાર્યવાહી માટે કરવામાં આવી રહ્યો હતો.
ત્ઝજ્એ કહ્યું કે અમારા એર ડિફેન્સ ફાઇટર જેટ્સે થોડા સમય પહેલા લેબનોનથી ઇઝરાયલી ક્ષેત્રમાં પ્રવેશેલા શંકાસ્પદ હવાઇ લક્ષ્યોને સફળતાપૂર્વક અટકાવ્યા હતા. ત્ઝજ્એ જણાવ્યું હતું કે મિસાઇલ ઇન્ટરસેપ્ટર્સમાંથી પડતા ટુકડાઓએ ઉત્તરીય સરહદી શહેર રામોત નફતાલીના વિસ્તારમાં રોકેટ સાયરન સક્રિય કર્યા હતા.
રોઇટર્સના જણાવ્યા અનુસાર, સોમવારે સવારે બેરૂતના કોલા જિલ્લામાં એક એપાર્ટમેન્ટના ઉપરના માળે ઇઝરાયલી હુમલો થયો હતો. હિઝબુલ્લાહ સાથે વધતી દુશ્મનાવટ પછી બેરૂત શહેરની સરહદોની અંદર ઇઝરાયેલનો આ પહેલો હુમલો છે. રોઇટર્સના સાક્ષીઓએ વિસ્ફોટ સાંભળ્યો અને ઉપરના માળે એક છિદ્રમાંથી ધુમાડો નીકળતો જોયો છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
