News of Monday, 30th September 2024
એપાર્ટમેન્ટમાં બળજબરીથી ઘૂસી, સૂતેલી મહિલા પર બળાત્કાર: પોલીસે શકમંદનો વીડિયો જાહેર કર્યો : જુઓ વિડિયો
ન્યૂયોર્કમાં મહિલાઓ સાથે બળાત્કારનો નવો મામલો પૂર્વ 92મી સ્ટ્રીટનો છે જ્યાં એક પુરુષ સવારે લગભગ 4 વાગે મહિલાના એપાર્ટમેન્ટમાં ઘૂસી ગયો અને બળાત્કાર ગુજાર્યો

https://x.com/NYPDnews/status/1840472901427868078
ન્યુયોર્ક પોલીસ એવા માણસને શોધી રહી છે જેણે અપર ઇસ્ટ સાઇડના એપાર્ટમેન્ટમાં ઘૂસીને 29 વર્ષની મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના શનિવાર, 28 સપ્ટેમ્બરના રોજ સવારે 3:40 વાગ્યે પૂર્વ 92મી સ્ટ્રીટ અને ફર્સ્ટ એવન્યુ નજીક બની હતી. શંકાસ્પદ વ્યક્તિએ એપાર્ટમેન્ટમાં સૂઈ રહેલી મહિલાને જગાડીને તેના ચહેરા પર મુક્કો માર્યો હતો. ન્યૂ યોર્ક પોસ્ટ અનુસાર, ન્યૂ યોર્ક સિટી પોલીસ ડિપાર્ટમેન્ટ (NYPD) એ જણાવ્યું હતું કે ઘટના બાદ મહિલાને લેનોક્સ હિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળે છે.
પોલીસે પાછળથી વાદળી જીન્સ અને સફેદ ટી-શર્ટ પહેરેલા શંકાસ્પદ સ્થળ પરથી જતો હોવાનો સર્વેલન્સ વીડિયો બહાર પાડ્યો હતો. આની ઉપર તેણે જેકેટ પણ પહેર્યું હતું. આ કેસને વધુ તપાસ માટે મેનહટન સ્પેશિયલ વિક્ટિમ્સ સ્કવોડ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. પોલીસે બળાત્કારી વિશેની માહિતી ધરાવનાર કોઈપણ વ્યક્તિને 1-800-577-TIPS અથવા crimestoppers.nypd online.org પર NYPD ક્રાઈમ સ્ટોપર્સનો સંપર્ક કરવા જણાવ્યું છે.
આ ભયાનક ઘટના એવા સમયે બની છે જ્યારે બિગ એપલમાં મહિલાઓ પર યૌન શોષણના કિસ્સાઓ વધી રહ્યા છે. આ વર્ષે મે મહિનામાં, પોલીસે એક ક્રૂર જાતીય હુમલાના સંબંધમાં એક પુરુષની ધરપકડ કરી હતી જેમાં એક વ્યક્તિએ મહિલાના ગળામાં પટ્ટો બાંધ્યો હતો, તેને કારની પાછળ ખેંચી હતી અને તેની સાથે બળાત્કાર કર્યો હતો. પોલીસે 39 વર્ષીય કશાન પાર્કસની 14 મેના રોજ ધરપકડ કરી હતી. આ ઘટના 1 મેના રોજ પૂર્વ 152મી સ્ટ્રીટ અને થર્ડ એવન્યુ નજીક બની હતી.
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
