<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

બિહારનાં ૨૦૦ ગામોમાં પૂર : ૨.૫૦ લાખથી વધુ લોકો અસરગ્રસ્‍ત

બિહારમાં કોસી, ગંડક, બાગમતી નદી કાળો કેર વર્તાવી રહી છે : છેલ્લા ૨૪ કલાકમાં સાત બાંધ તૂટયા છે

પટનાઃ બિહારમાં કોસી, ગંડક, બાગમતી નદી કાળો કેર વર્તાવી રહી છે. અત્‍યાર સુધી બે ગામોમાં પૂરનાં પાણી ઘૂસી ગયાં છે. આશરે ૨.૫૦ લાખથી વધુ લોકોને અસર થઈ છે. બિહાર સરકારે અલર્ટ પણ જારી કર્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં સાત બાંધ તૂટયા છે. આ બાંધ તૂટવાને કારણે કિરતપુર, પ્રખંડ અને ધન્‍યશ્‍યામપુર -ખંડમાં પૂરનાં પાણી વિનાશ વેર્યો છે. સીતામઢી અને શિવહરમાં કુલ પાંચ બંધને બાગમતી નદીના પૂરે ધ્‍વસ્‍ત કર્યાં છે.

હાલના દિવસોમાં ગંડક, કોસી, બાગમતી, કમલા બલાન અને ગંગા સહિત અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્‍યા છે. કોસી નદીમાં જળસ્‍તર વધી રહ્યું છે. લાખ્‍ખો લોકોની જિંદગી મુશ્‍કેલીમાં છે. લોકોને ૨૦૦૮વાળો ડર સતાવવા લાગ્‍યો છે. વર્ષ ૨૦૦૮માં આવેલા પૂરમાં સરકારી આંકડાઓ મુજબ ૨૦૦૮માં પૂરથી ૫૨૬ લોકોનાં મોત થયાં હતાં. અનેક ખેડૂતોનાં ખેતરો હંમેશ માટે ખતમ થયાં હતાં, ત્‍યારે નેપાળે બે-ત્રણ લાખ કયુસેક પાણી છોડ્‍યું હતું.રાજ્‍યમાં ઘર, રસ્‍તા, પૂલ અને ઊંચી ઇમારતો પાણીમાં ગરકાવ છે. લાખ્‍ખો જિંદગીઓ અચનક નિઃસહાય થઈ ગઈ છે. નેપાળના રસ્‍તે આવી રહેલી નદીઓએ રાજ્‍યના ૧૩ જિલ્લાઓ ભારે વિનાશ વેર્યો છે. આ જળ-લય જોઈને લોકોને હવે ૧૯૬૮ અને ૨૦૦૮ની ભયાનક યાદો તાજી થઈ છે.

રાજ્‍યમાં કોસી નદી પર બીરપુર (નેપાળ)થી ૬.૬૧ લાખ કયુસેક પાણી છોડવામાં આવ્‍યું છે, જે છેલ્લાં ૫૬ વર્ષોમાં સૌથી વધુ છે. જે ૨૦૦૮ની તુલને આશરે ત્રણ ગણું છે. જોકે ૧૬૮માં ૭.૮૮ લાખ કયુસેક પછી એ સૌથી વધુ છે. ગંડક પર વાલ્‍મીકિનગરથી ૫.૬૨ લાખ કયુસેક પાણી છોડવામાં આવ્‍યું છે, જે ૨૦૦૩ પછી સૌથી વધુ છે.

(3:38 PM IST)