<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

કમલા હેરિસ જીતશે તો અમેરિકામાં ચૂંટણી યુગ પૂરો થઈ જશે : મસ્‍ક

 વોશિંગ્‍ટન,તા. ૩૦ :  અમેરિકી -મુખની ચૂંટણીમાં હવે ભારત જેવું રાજકારણ થવા લાગ્‍યું છે. ડોનાલ્‍ડ ટ્રમ્‍પને જીતાડવા માટે તેમના સમર્થકોએ હવે ભારતના  માર્ગ પર ચાલવાનું શરૂ કરી દીધું છે. જેમ કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં કહેતી હતી કે, NDA જીતશે તો લોકશાહી ખતરામાં આવશે, ૨૦૨૪ની ચૂંટણી છેલ્લી ચૂંટણી હશે એ જ પેંતરો હવે ડોનાલ્‍ડ ટ્રમ્‍પના કટ્ટર સમર્થક ઇલોન મસ્‍કે અપનાવ્‍યો છે.

અમેરિકી ચૂંટણીના ઉત્તેજના વચ્‍ચે ઇલોન મસ્‍કે કમલા હેરિસ ઉપર જોરદાર પ્રહારો કર્યા છે.  તેમણે દાવો કર્યો છે કે, જો અમેરિકાની આગામી પ્રમુખની ચૂંટણીમાં રિપબ્‍લિકન ઉમેદવાર ડોનાલ્‍ડ ટ્રમ્‍પ નહીં જીતે તો અમેરિકામાં ચૂંટણી યુગ પૂરો થઈ જશે. આનાથી લોકશાહી જોખમમાં મુકાશે અને તેને માત્ર ટ્રમ્‍પ જ બચાવી શકે છે. ટ્રમ્‍પને ચૂંટવા એ અમેરિકામાં લોકશાહી બચાવવાનો એકમાત્ર રસ્‍તો છે.

નેટફલિકસના સહ-સ્‍થાપક રીડ હેસ્‍ટિંગ્‍સે કમલા હેરિસને ૭ મિલિયન ડોલરના દાન સાથે સમર્થન આપ્‍યા બાદ અમેરિકામાં નેટફિ્‌લક્‍સ કેન્‍સલેશનમાં લગભગ ત્રણ ગણો વધારો નોંધાયો છે.

(3:41 PM IST)