News of Monday, 30th September 2024
PM કિસાન યોજનાનો 18મો હપ્તો ટૂંકસમયમાં આવશે :ખાતામાં 2000 રૂપિયા મળશે કે નહીં ?કરો ફટાફટ ચેક
અત્યાર સુધીમાં આ યોજનાના 17 હપ્તાના નાણાં ખેડૂતોના ખાતામાં મોકલી દેવાયા :18મા હપ્તાની તારીખ જાહેર

નવી દિલ્હી :કેન્દ્ર અને રાજ્ય સરકારો જરૂરિયાત મુજબ લોકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓનો ઉદ્દેશ્ય દેશના દરેક વર્ગના લોકોનું જીવનધોરણ ઊંચું લાવવાનો છે. આમાંની એક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે. અત્યાર સુધીમાં આ યોજનાના 17 હપ્તાના નાણાં ખેડૂતોના ખાતામાં મોકલી દેવામાં આવ્યા છે જ્યારે 18મા હપ્તાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે.
આ યોજનાના અંતર્ગત મોદી સરકાર ખેડૂતોએ સહાયરૂપના રૂપમાં 6,000 રૂપિયા વાર્ષિક આપે છે અને સરકાર દ્વારા PM કિસાન નિધિના 18મા હપ્તા માટેની તારીખ જાહેર કરવામાં આવી છે. નવરાત્રી દરમિયાન દેશભરના 9 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે.
ઓક્ટોબરની 5 તારીખને લાભાર્થી ખેડૂતોના ખાતામાં 18 હપ્તાના પૈસા જમા થઈ જશે. સાથે જ ભારત સરકારે ઘણા પહેલાથી જ બધા ખેડૂતોને જ KYC કરવાનો આદેશ જાહેર કરી દીધો છે. પરંતુ હજુ પણ ઘણા ખેડૂતો એવા છે જેમણે આ પ્રક્રિયાને પુરી નથી કરી. જો તમે પણ પોતાનું ઈ-કેવાઈસી પુરૂ નથી કર્યું તો પછી તમારો હપ્તો અટકી શકે છે, એટલા માટે બને તેટલું જલ્દી તેને પુરૂ કરી લો.
આ સિવાય જો તમે પણ PM કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા વિશે તપાસવા માંગતા હોવ, તો તમે PM કિસાન pmkisan.gov.in ની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ચેક કરી શકો છો
સૌ પ્રથમ કિસાન યોજનાના ઓફિશિયલ પોર્ટલ pmkisan.gov.in પર જાઓ .
હોમ પેજ પર 'Know Your Status' વિકલ્પ પર ક્લિક કરો.
આ પછી એક નવી વિન્ડો ખુલશે.
અહીં તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે
આ પછી તમારે Get OTP પર ક્લિક કરવાનું રહેશે.
તમે OTP દાખલ કરો કે તરત જ તમારું સ્ટેટસ દેખાશે.
પરંતુ 18મો હપ્તો જાહેર થતા પહેલા ખેડૂતોને એક કામ કરવું ખૂબ જ જરૂરી છે. નહીં તો તેમના હપ્તાના પૈસા કપાઈ શકે છે.
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
