<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

કેજરીવાલનું નામ લીધા વિના સ્વાતિ માલીવાલે 'રાજકીય હિટમેન' તરફ ઈશારો કર્યો, કહ્યું કે ઘરની અંદરની અને રૂમના સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ સત્ય બધાની સામે આવશે: તો આપના કેબીનેટ મંત્રી આતિશીએ કહ્યું- 'ભાજપના કાવતરાનો ચહેરો છે સ્વાતિ, કાવતરાના ભાગરૂપે તેને સીએમ હાઉસે મોકલવામાં આવેલ ! : આ ષડયંત્ર હેઠળ ભાજપે સ્વાતિને કેજરીવાલના ઘરે મોકલી હતી. આ ષડયંત્રનો હેતુ કેજરીવાલ પર ખોટા આરોપો લગાવવાનો હતો. સ્વાતિ આ ષડયંત્રનો ચહેરો હતી: આતિશી:એફઆઈઆરમાં સ્વાતિ કહે છે કે તેને નિર્દયતાથી મારવામાં આવ્યો હતો: તેને મુક્કો મારવામાં આવ્યો હતો અને તેને ઈજા થઈ હતી: ઈજા પછી તે પીડાથી રડી રહી હતી: તેના કપડાં ફાટી ગયા હતા: આતિશીએ કહ્યું કે વીડિયોમાં સ્વાતિ આરામથી બેઠી છે અને પોલીસને ધમકાવી રહેલ નજરે પડે છે:રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબલ્યુ) એ અરવિંદ કેજરીવાલના ખાનગી સચિવ બિભવ કુમારને નોટિસ પાઠવી: બિભવ કુમારને આજે સવારે ૧૧ વાગ્યે કમિશન સમક્ષ હાજર થવાનું હતું પરંતુ હાજર થયા ન હતા: એનસીડબલ્યુ ચીફ રેખા શર્માએ કહ્યું કે બિભવ કુમારને આજે બીજું સમન્સ મોકલવામાં આવ્યું છે. નહીં આવે તો પોલીસની મદદ લેવામાં આવશે7:56 PM IST

લોહાનગરની તસ્કર ત્રિપુટીએ ૩.૧૯ લાખનો ઇલેકટ્રીક વાયર ચોરી બાળીને તાંબુ ૫૦ હજારમાં વેંચી દીધુ'તું! : હનુમાન મઢી પાસે ગોડાઉનમાંથી થયેલી ચોરીનો ભેદ એલસીબી ઝોન-૨ ટીમે કલાકોમાં ઉકેલ્યો : ડીસીપી સુધીરકુમાર દેસાઇની રાહબરીમાં પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમે શની, મનસુખ ઉર્ફ દિકુ અને જીતેશને દબોચી સળગાવી નાખેલા વાયરના બંડલો, રિક્ષા, તણી, કાતર, ડીસમીસ, કોયતો કબ્જે લીધા : ઝડપાયેલામાં મનસુખ ઉર્ફ દિકુની ચોરી સહિતના ૧૨ ગુનામાં, જીતેશની ૪ અને શનીની બે ગુનામાં સંડોવણી : અટીકાના મિલને ૫૦ હજારમાં ચોરાઉ વાયરનું તાંબુ ખરીદી મોબીલ સિદ્દીકીને ૭૦ હજારમાં વેંચી દીધુ'તું!: બંને સામે ચોરાઉ માલ રાખવાનો ગુનો નોંધવા તજવીજ : હેડકોન્સ. રાહુલભાઇ ગોહેલ, જેન્તીગીરી ગોસ્વામી, જયપાલસિંહ સરવૈયા અને મનિષભાઇ સોઢીયાની બાતમી3:12 PM IST