<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

બંગાળમાં મમતાને મોટો ફટકો, ભાજપે તમામ બેઠકો જીતી; TMC શૂન્ય પર સમેટાઈ

નંદીગ્રામની મોહમ્મદપુર કોઓપરેટિવ સોસાયટીની ચૂંટણીમાં ભાજપે તમામ નવ બેઠકો જીતી લીધી :ભાજપે આ જીતને બંગાળમાં મમતા બેનર્જીના કુશાસનના અંતની શરૂઆત ગણાવી

કોલકાતા. બંગાળના નંદીગ્રામની મોહમ્મદપુર કોઓપરેટિવ સોસાયટીની ચૂંટણીમાં ભાજપ સમર્થિત ઉમેદવારોએ તમામ નવ બેઠકો જીતી લીધી છે. તૃણમૂલ કોંગ્રેસ ત્યાં ખાતું પણ ખોલાવી શકી નથી. ભાજપે તેને લોકોની જીત ગણાવી અને કહ્યું કે બંગાળમાં મમતા બેનર્જીના કુશાસનના અંતની આ શરૂઆત છે. રાજ્યની જનતા આગામી દિવસોમાં તૃણમૂલને દરેક જગ્યાએથી ઉખાડી નાખશે.

   બીજી તરફ સ્થાનિક તૃણમૂલ નેતાઓનું કહેવું છે કે આ બિનરાજકીય ચૂંટણી છે. તેમાં કોઈ પક્ષનું કોઈ પ્રતીક નથી. મોહમ્મદપુર કોઓપરેટિવ સોસાયટી હેઠળના વિસ્તારમાં 2021થી અત્યાર સુધી ભાજપનું વર્ચસ્વ છે 

   તે જાણીતું છે કે નંદીગ્રામ ભાજપના ધારાસભ્ય અને બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીનો ગઢ માનવામાં આવે છે. સુવેન્દુએ 2021ની વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામ વિધાનસભા બેઠક પરથી મમતાને હરાવ્યા હતા

(10:47 PM IST)