News of Tuesday, 1st October 2024
ઓલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યુ- મોદી -યોગીની જોડી અખંડ ભારતનું સપનું પૂરું કરી શકે છે
તેમણે કહ્યું-આ બે મહાન હસ્તી છે, જેઓ અખંડ ભારતનું સપનું પૂરું કરી શકે એમ છે અને તેમણે આ કામ શરૂ કરી દેવું જોઈએ

નવીદિલ્હી: ઓલ ઇન્ડિયા મુસ્લિમ જમાત (AlMJ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શાહબુદ્દીન રઝવી બરેલવી એ કહ્યું “જ્યાં સુધી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ની સરકાર છે ત્યાં સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અખંડ ભારતનું સપનું પૂરું કરી શકે એમ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી દેશ સંભાળી રહ્યા છે અને યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશમાં સારું કામ કરીને દુનિયાભરમાં પ્રશંસા મેળવી રહ્યા છે. આ બે મહાન હસ્તી છે, જેઓ અખંડ ભારતનું સપનું પૂરું કરી શકે એમ છે અને તેમણે આ કામ શરૂ કરી દેવું જોઈએ.”
(1:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
