તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Wednesday, 2nd October 2024
અમેરિકામાં 'હેલન'ના કહેરથી 100 લોકોના મોત : મહાસત્તા કહેવાતા દેશમાં હજુ પણ 17 લાખ લોકો અંધારામાં
વાવાઝોડાના કારણે માત્ર વીજ પુરવઠો ઠપ નથી થઈ ગયો , પરંતુ અનેક જગ્યાએ ચોખ્ખા પાણીની પણ અછત સર્જાઈ

વોશિંગ્ટન : અમેરિકા (યુએસ)માં 26 સપ્ટેમ્બરે ત્રાટકેલા હરિકેન હેલેને દક્ષિણપૂર્વ અને મધ્ય પશ્ચિમી રાજ્યોમાં ભારે તબાહી મચાવી છે. અહીં 'હેલેન' વાવાઝોડાએ અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના જીવ લીધા છે, જ્યારે લગભગ 17 લાખ લોકો હજુ પણ વીજળી વિના જીવી રહ્યા છે. વાવાઝોડાના કારણે માત્ર વીજ પુરવઠો ઠપ નથી થઈ ગયો , પરંતુ અનેક જગ્યાએ ચોખ્ખા પાણીની પણ અછત સર્જાઈ છે, જેના કારણે અસરગ્રસ્તોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાવાઝોડાના જોરદાર પવન અને મુશળધાર વરસાદને કારણે વીજ થાંભલા ઉખડી ગયા અને વૃક્ષો ધરાશાયી થયા અને પુરવઠા લાઇનને નુકસાન થયું છે.
આ ઉપરાંત, તોફાન અને ભારે પવનને કારણે ઘણા વિસ્તારોમાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે, જેના કારણે વીજ કર્મચારીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવું મુશ્કેલ બન્યું છે, એકંદરે લગભગ 55 લાખ ગ્રાહકો તોફાનથી પ્રભાવિત થયા છે. તોફાનના કારણે 100 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. વાવાઝોડાને કારણે મકાનો અને અન્ય મિલકતોને પણ ભારે નુકસાન થયું છે. તોફાની પવનને કારણે કેટલાક વિસ્તારોમાં વૃક્ષો અને થાંભલા પડી ગયા હતા, તોફાનના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં વધુ મુશ્કેલીઓ સર્જાઈ છે. ઘણા ઘરોમાં પીવાનું શુધ્ધ પાણી નથી પહોંચી રહ્યું, જેના કારણે સ્થિતિ વધુ વણસી છે.
પાવર કંપનીઓ, ખાસ કરીને ડ્યુક એનર્જી, પાવર પુનઃસ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. કંપનીએ અત્યાર સુધીમાં દક્ષિણ કેરોલિનામાં 1,35,000 થી વધુ ગ્રાહકોને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કર્યો છે. જો કે, હજુ પણ 395,000 સાઉથ કેરોલિના અને 266,000 નોર્થ કેરોલિનાના ગ્રાહકો પાવર વગરના છે. કંપનીએ જણાવ્યું હતું કે શુક્રવારની રાત સુધીમાં મોટાભાગના અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો ફરી શરૂ થશે, પાવર આઉટ થવાને કારણે પીવાના પાણીનો પુરવઠો પણ ખોરવાઈ ગયો છે, જેના કારણે લાખો લોકો શુદ્ધ પાણી માટે તરસી રહ્યા છે. રાજ્ય અને સ્થાનિક અધિકારીઓએ રાહત પ્રયાસો શરૂ કરી દીધા છે, પરંતુ વ્યાપક નુકસાનને કારણે સ્થિતિ સામાન્ય થવામાં થોડો સમય લાગી શકે છે.
પાવર આઉટેજ ડેટા અનુસાર:
1. સાઉથ કેરોલિના: 624,000 લોકો હજુ પણ વીજળીથી વંચિત છે.
2. જ્યોર્જિયા: 4,67,000 લોકો પ્રભાવિત.
3. ઉત્તર કેરોલિના: 455,000 લોકો અંધારામાં.
4. ફ્લોરિડા: 74,000 લોકો પાવર વગર.
5. વર્જિનિયા: 67,000 લોકો અસરગ્રસ્ત.
6. વેસ્ટ વર્જિનિયાઃ 18,000 લોકો હજુ પણ વીજ પુરવઠાની રાહ જોઈ રહ્યા છે.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
