તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Wednesday, 2nd October 2024
પૂ.બાપુનું સત્ય, સદભાવ અને સમાનતા પર આધારિત જીવન અને આદર્શો હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણારૂપ બની રહેશેઃ નરેન્દ્રભાઈએ ગાંધીજીને અર્પી શ્રદ્ધાંજલી
સર્વધર્મ પ્રાર્થના સભામાં ભાગ લીધોઃ સ્વચ્છતા અભિયાનમાં યુવા સાથીઓ સાથે જોડાયા પીએમ મોદી

નવી દિલ્હી, તા.૨: દેશભરમાં આજે બુધવારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે, તમામ દેશવાસીઓ વતી, આદરણીય બાપુને તેમની જન્મજયંતિ પર નમન. સત્ય, સદ્ભાવ અને સમાનતા પર આધારિત તેમનું જીવન અને આદર્શો હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.
આ પ્રસંગે, ત્યાં એક સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રીઓ સહિત ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા. મહાત્મા ગાંધીનો જન્મ ૨ ઓક્ટોબર ૧૮૬૯ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. તેમનો જન્મદિવસ ગાંધી જયંતિ તેમજ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે બ્રિટિશ શાસનથી ભારતને આઝાદ કરાવવાની લડાઈનું નેતળત્વ કર્યું હતું. તેમના દ્વારા અહિંસક વિરોધનો શીખવવામાં આવેલો પાઠ આજે પણ સમગ્ર વિશ્વમાં આદરપૂર્વક યાદ કરવામાં આવે છે.
નરેન્દ્રભાઈ આજે સ્વચ્છતા અભિયાનમાં પણ જોડાયા હતા. તેમણે ટ્વિટ કરી જણાવેલ કે, આજે ગાંધી જયંતિ પર, મારા યુવા મિત્રો સાથે સ્વચ્છતા અભિયાનનો ભાગ બન્યો. હું તમને બધાને વિનંતી કરું છું કે તમે આજે તમારી આસપાસ સ્વચ્છતા સંબંધિત અભિયાનનો ભાગ બનો. તમારી આ પહેલ ‘સ્વચ્છ ભારત'ની ભાવનાને વધુ મજબૂત કરશે.(૨૩.૧૮)
મહાત્મા ગાંધીજી અને લાલબહાદુર શાષાીની જન્મજયંતિઃ સોૈરાષ્ટ્ર-કચ્છમાં પુષ્પાંજલી અર્પણ
રાજકોટ તા.રઃ રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં આજે મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાષાીની જન્મજયંતી નિમિતે ઠેરઠેર પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી રહી છે.
રાજકોટમાં આજે મહાત્મા ગાંધીજીની ૧૫૫મી જન્મજયંતિ સાથે જ લાલ બહાદુર શાષાીજીની ૧૨૦મી જન્મજયંતિ ઉજવાઇ રહી છે. આ નિમિતે મહાપાલિકા દ્વારા સોૈ પ્રથમ સવારે ૯ વાગ્યે અમરનાથ મહાદેવ મંદિર પાસે ગુલાબવિહાર સોસાયટીમાં આવેલ શાષાીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ ત્યારબાદ ૯:૪૫ વાગ્યે જયુબેલી બાગ પાસે આવેલી ગાંધીજીની પ્રતિમાએ પુષ્પાંજલી આપી હતી
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
