તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Wednesday, 2nd October 2024
યુપીના બરેલીમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ: આઠ મકાનો ધરાશયી : 5 લોકોના મોત
પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી :પુરજોશમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

ઉત્તરપ્રદેશમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીઓમાં બ્લાસ્ટની ઘટનાઓ સામે આવતી હોય છે. આ વખતે બરેલી જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ કારણે ફેક્ટરીની આસપાસના આઠ મકાનો ધરાશાયી થયા હતા, જેના કારણે કાટમાળ નીચે દબાઈ જતાં 5 લોકોના મોત થયા છે. કાટમાળ નીચે હજુ ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે. સ્થાનિક લોકોની મદદથી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ બચાવ કાર્ય ચલાવી રહી છે.
હાલ ધરાશાયી થયેલા મકાનના કાટમાળ નીચે કેટલાક લોકો દબાયા છે, તેની વિગતો સામે આવી નથી. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલ અહીં પુરજોશમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
મળતા અહેવાલો મુજબ આ ફેક્ટરી બરેલીના સિરૌલી પોલીસ સ્ટેશન હેઠળના કલ્યાણપુર ગામમાં આવેલી છે, જેમાં આજે બપોરે ચાર વાગ્યાની આસપાસ ભયંકર ધડાકો થયો છે. એવી પણ વિગતો સામે આવી છે કે, આ ફેક્ટરી ગેરકાયદેસ ચલાવાતી હતી અને તેની આસપાસ અનેક રહેણાંક મકાનો આવેલા છે. આજે આઠ મકાનો ધરાશાયી થયા છે, જેમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરાઈ છે.
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
