તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Wednesday, 2nd October 2024
૧ ટ્રિલિયન ડોલરની બનશે ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થા
ડિજિટલીકરણમાં ભારત વિકસિત દેશોથી આગળઃભારતમાં માર્ચ ૨૦૨૪ સુધીમાં ઈન્ટરનેટ યુઝ કરતા ગ્રાહકોની સંખ્યા ૯૫.૪ કરોડ પર પહોચી ચૂકી છે

નવી દિલ્હી, તા.૨
દેશમાં ડિજિટલ યુગની સાથે સાથે છેલ્લા કેટલાક વર્ષોમાં નાણાકીય પરિસ્થિતિમાં પણ બદલાવ આવ્યો છે. છેલ્લા એક દાયકામાં ભારતની અર્થવ્યવસ્થા ઘણી આગળ આવી છે. આસ્ક કૈપિટલ દ્વારા હાલમાં એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો જેમાં જણાવવામાં આવ્યું કે ભારતમાં સસ્તી ૪જી અને ૫જી સેવાને કારણે ૨૦૨૮માં ભારતની અર્થવ્યવસ્થા $1 ટ્રિલિયન બની જશે.
ભારતમાં હાલનો સમય એક ઉદાહરણ ગણી શકાય કે કેવી રીતે ડિજિટલ ક્ષેત્રે આપણે આગળ વધી રહ્યા છીએ. છેલ્લા અમુક વર્ષોમાં UPI જેવી પેમેન્ટ સિસ્ટમ ઘણી જ વિકસિત થઈ છે. જેથી ભારતમાં આ ડિજિટલ પરિવર્તન આર્થિક વિકાસ માટે ગેમ ચેન્જર સાબિત થશે. છેલ્લા અમુક વર્ષોમાં ભારતની અર્થવ્યવસ્થામાં ડિજિટલાઈઝેશનને કારણે સ્માર્ટફોનનો ઉપયોગ વધ્યો. સાથે કેશલેસ ટ્રાન્જેક્શન અને ઓનલાઈન ખરીદીનો લોકો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે. ભારતીય અંતરાષ્ટ્રીય આર્થિક સંબંધ અનુસંધાન પરિષદ (ICRIER) અનુસાર ડિજિટલીકરણમાં ભારતનો સ્કોર જાપાન, યુકે અને જર્મની જેવા વિકસિત દેશોથી પણ આગળ છે. પ્રધાનમંત્રી જનધન યોજના અને પ્રત્યક્ષ લાભ અંતર્ગત જેવી સરકારે જે પહેલ કરી છે, તેના કારણે નાણાકીય ભંડોળ પણ વધ્યું છે. મોબાઈલ અને બ્રોડબેન્ડનો વધતો વપરાશ નાણાકીય ભંડોળને વધુ સારું અને ડિજિટલ સેવાઓને વધારો આપી રહ્યો છે. દેશમાં હાલ મનોરંજન, ઓનલાઈન એજ્યુકેશન, ટેલી મેડિસિન, ડિજિટલ સ્વાસ્થ્ય, ડિઝાસ્ટર રિસ્પોન્સ અને જીવન રક્ષક જેવી સેવાઓ પણ ઈન્ટરનેટ અને મોબાઈલનો લાભ ઉઠાવી રહી છે.
સસ્તું ઈન્ટરનેટ અને સ્માર્ટફોનના વધતા યુઝર્સ ઈ-કોમર્સમાં વૃદ્ધિ અને ભારતના ડિજિટલ પરિવર્તનને ગતિ આપી રહ્યા છે. ્ઇછૈંના આંકડાઓ પ્રમાણે ભારતમાં લગભગ ૧૨૦ કરોડ લોકો ફોન વાપરી રહ્યા છે. જો માર્ચ ૨૦૨૩ની વાત કરીએ તો તે સમયે ઈન્ટરનેટ યુઝ કરતા ગ્રાહકોની કુલ સંખ્યા ૮૮.૧ કરોડ હતી. જે વધીને માર્ચ ૨૦૨૪ સુધીમાં ૯૫.૪ કરોડ પહોંચી ચૂકી છે. જેમાં અડધા તો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા યુઝર્સ છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ભારતમાં ૭.૩ કરોડથી વધારે ઈન્ટરનેટનો યુઝ કરતા ગ્રાહકો વધ્યા હતા. જ્યારે ૭.૭ કરોડ કરતાં પણ વધારે બ્રોડબેન્ડ ગ્રાહકો વધ્યા છે. જેથી વધતા ઈન્ટરનેટના વપરાશને જોઈને કહી શકાય કે ૨૦૨૮ સુધીમાં ભારત ઇં૧ ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનશે.
(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
