News of Thursday, 3rd October 2024
જમ્મુ અને કાશ્મીરની ચૂંટણીમાં કુલ 63.88 % થયુ મતદાન, ચૂંટણીપંચે જાહેર કર્યા આખરી આંકડા
ચૂંટણી પંચ દ્વારા ત્રણેય તબક્કાના અંતિમ ડેટા જાહેર કરાયા

જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ તબક્કામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન કુલ 63.88 % મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ચૂંટણી પંચ દ્વારા ત્રણેય તબક્કાના અંતિમ ડેટા જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, ત્રીજા તબક્કામાં 69.69 % મતદાન થયું હતું. 18 સપ્ટેમ્બરે પ્રથમ તબક્કામાં 61.38 ટકા મતદાન થયું હતું, જ્યારે બીજા તબક્કામાં 26 સપ્ટેમ્બરે 57.31 ટકા મતદાન થવા પામ્યું હતું.
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
