<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd October 2024

અમેઠીમાં ઘરમાં ઘુસી શિક્ષક દંપતી અને બે બાળકોની ગોળી મારીને હત્યા

બદમાશોએ ઘરમાં ઘૂસીને એક સરકારી શિક્ષક, તેની પત્ની અને બે બાળકોની ગોળી મારીને હત્યા કરી ફરાર.

ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં એક મોટી ઘટના સામે આવી છે. અહીં બદમાશોએ ઘરમાં ઘૂસીને એક સરકારી શિક્ષક, તેની પત્ની અને બે બાળકોની ગોળી મારીને હત્યા કરી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પોલીસે ચારેય મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. ઘટનાસ્થળે લોકોનું મોટું ટોળું એકત્ર થઈ ગયું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. પોલીસ  બદમાશોને શોધવામાં વ્યસ્ત છે.


 

(9:07 PM IST)