તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Thursday, 3rd October 2024
દિવાળી પહેલા રેલવે કર્મચારીઓને મોટી ભેટ : મળશે 78 દિવસનું બોનસ: સરકારની જાહેરાત
કેન્દ્રીય કેબિનેટે 11.72 લાખથી વધુ રેલવે કર્મચારીઓને 78 દિવસના બોનસની ચુકવણીને મંજૂરી આપી: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આ જાણકારી અપાઈ

નવી દિલ્હી. દિવાળી પહેલા કેન્દ્ર સરકારે રેલવે કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી છે. રેલવે કર્મચારીઓને બોનસ દશેરા અને દિવાળી પૂજાની રજાઓ પહેલા ચૂકવવામાં આવશે. કેબિનેટના આ નિર્ણય બાદ લગભગ 12 લાખ રેલવે કર્મચારીઓને લાભ મળશે
બાદમાં સરકાર દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ રકમ રેલ્વે કર્મચારીઓની વિવિધ શ્રેણીઓ જેમ કે ટ્રેક મેઈન્ટેનર, લોકો પાઈલટ, ટ્રેન મેનેજર (ગાર્ડ), સ્ટેશન માસ્ટર, સુપરવાઈઝર, ટેક્નિશિયન, ટેકનિશિયન હેલ્પર, પોઈન્ટ્સમેન, મિનિસ્ટ્રીયલ સ્ટાફ અને અન્યમાં વહેંચવામાં આવશે. ગ્રુપ એક્સસી કર્મચારીઓને ચૂકવવામાં આવશે.
(9:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
