<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd October 2024

હિઝબુલ્લાહને ઈઝરાયેલનો જડબાતોડ જવાબ! હવાઈ હુમલામાં 46 લોકોના મોત :કતરે કહ્યું- પેલેસ્ટિનિયન રાષ્ટ્ર વિના શાંતિ નહીં

એક વર્ષથી ચાલતા ઈઝરાયેલના હુમલાઓને કારણે લેબનોનમાં લગભગ બે હજાર લોકો માર્યા ગયા અને 12 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા

બેરુત. લેબનોનના દક્ષિણ વિસ્તારમાં ઇઝરાયેલી દળો અને હિઝબુલ્લાહ લડવૈયાઓ વચ્ચે ભીષણ લડાઈ ચાલુ છે. ઇઝરાયેલની સેનાએ ગુરુવારની લડાઇમાં 15 લડવૈયાઓને માર્યા હોવાનો દાવો કર્યો છે. જ્યારે બેરુતમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં બે આરોગ્ય કર્મચારીઓ સહિત હિઝબુલ્લાહના સાત કાર્યકરો માર્યા ગયા છે.

ઈઝરાયેલે હિઝબુલ્લાહના ગઢ ગણાતા બેરૂતના ઉપનગર દહીયેમાં પણ મિસાઈલ હુમલા કર્યા હતા. લેબનોનમાં વિવિધ સ્થળોએ ઈઝરાયેલના હુમલામાં કુલ 46 લોકો માર્યા ગયા છે. ઈઝરાયેલમાં પણ હિઝબુલ્લાહના રોકેટ હુમલા ચાલુ છે. સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહનો જમાઈ માર્યો ગયો હોવાના અહેવાલ છે. 

  સીરિયાના જબલેહ શહેરમાં સ્થિત રશિયન એરબેઝ પાસે બનેલા શસ્ત્રાગાર પર ઈઝરાયેલે ડ્રોન હુમલો કર્યો છે. દક્ષિણ લેબનોન ગ્રાઉન્ડ ફાઇટીંગમાં ઇઝરાયેલના હુમલામાં એક સૈનિક માર્યા ગયા બાદ લેબનીઝ સેનાએ પણ ઇઝરાયલી દળો પર વળતો ગોળીબાર કર્યો છે. એક વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં બંને દેશોની સેનાઓ વચ્ચે અથડામણનો આ પહેલો કિસ્સો છે 

   કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ-થાનીએ કહ્યું છે કે લેબનોન પર ઈઝરાયેલનો હુમલો બંધ થવો જોઈએ. તેમણે કહ્યું કે સ્વતંત્ર પેલેસ્ટાઈન રાજ્યની રચના વિના પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપિત થઈ શકે નહીં. દોહામાં તેમની સાથે હાજર ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કહ્યું કે ઈઝરાયેલના યુદ્ધના ઉન્માદ સામે મૌન રહેવું આ ક્ષેત્ર માટે ઘાતક સાબિત થશે

(9:55 PM IST)