<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

સ્વનિર્ભરતા માટે ખાદ્ય સુરક્ષા હાંસલ કરવા અને ટકાઉ કૃષિ અને કૃષિઉન્નતી યોજના (કેવાઈ) ને પ્રોત્સાહન આપવા પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (પીએમ- આરકેવીવાય) ને મંજૂરી: ખેડૂતોની આવક મોટા પાયે વધારવા એક લાખ કરોડ રૂપિયાની બે મોટી યોજનાઓનો પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વળપણ હેઠળ મળેલ કેન્દ્રીય કેબિનેટ ની બેઠકમાં આજે સાત મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં રાજનાથ સિંહ અમિતભાઈ શાહ નીતિન ગડકરી સહિતના કેબિનેટ પ્રધાનો ઉપસ્થિત રહેલ.

કેન્દ્ર સરકારે ૧ લાખ કરોડ રૂપિયાની બે મોટી યોજનાઓ શરૂ કરી છે, જે દ્વારા ખેડૂતોની આવક વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

કેન્દ્રીય કેબિનેટે "પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના" (પીએમ આરકેવીવાય) અને કૃષિઉન્નતી (કેવાય) યોજનાને મંજૂરી આપી છે.  

આ યોજનાઓ પર કુલ રૂ. ૧.૦૧ લાખ  કરોડનો ખર્ચ થશે.  આ યોજનાઓ લાગુ કરીને સરકાર ખેડૂતોની આવક મોટા પાયે વધારવા માંગે છે.

(12:16 AM IST)