<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

લેબનોને ઈઝરાયેલ પર મોટો વળતો હુમલો કર્યો :દિવસના હુમલા બાદ મોડી સાંજે એક સાથે 85 રોકેટ - મોર્ટાર છોડ્યા

આઈડીએફનો દાવો છે કે મોટા ભાગના રોકેટ ઈન્ટરસેપ્શન પર નષ્ટ થઈ ગયા

લેબનોને ઈઝરાયેલ પર મોટો વળતો હુમલો કર્યો છે. એક દિવસના હુમલા બાદ લેબનોને મોડી સાંજે એક સાથે 85 રોકેટ અને મોર્ટાર છોડ્યા હતા. આ હુમલાઓ મેટુલા વિસ્તારમાં કરવામાં આવ્યા હતા. આઈડીએફનો દાવો છે કે મોટા ભાગના રોકેટ ઈન્ટરસેપ્શન પર નષ્ટ થઈ ગયા હતા. કેટલાક રોકેટ પણ પડ્યા. જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી.

    લેબનોનમાં ઈઝરાયેલનું હવાઈ હુમલા ચાલુ છે, આ હુમલા હિઝબુલ્લાહના ટાર્ગેટ પર થઈ રહ્યા છે. આ દરમિયાન WHOએ મોટો દાવો કર્યો છે. WHO ચીફનો દાવો છે કે લેબનોનમાં ઈઝરાયેલના હુમલાને કારણે છેલ્લા 24 કલાકમાં 28 ડોક્ટરોના મોત થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયેલ લેબનોનના બેરૂતમાં રહીને સતત હુમલા કરી રહ્યું છે.


 

(12:19 AM IST)