<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

અમેઠીમાં માતા-પિતા અને બે નાની પુત્રીઓની ગોળીબાર કરી ક્રૂર હત્યા: માતાએ બે મહિના પહેલા હત્યા થવાની ભિતી દર્શાવવા સાથે ફરિયાદ કરી હતી*

આજે યુપીના અમેઠીમાં, માત્ર એક અને છ વર્ષની  બે નાની પુત્રીઓ સાથે, માતા અને પિતાની ગોળી મારીને હત્યા કરાયાના બનાવમાં મૃત્યુ પામનાર મહિલાએ બે મહિના કરતાં પણ ઓછા સમય પહેલા એક વ્યક્તિ વિરુદ્ધ સેકસયુઅલ હેરેસમેન્ટની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે કહ્યું હતું કે તેણીને એક કરતા વધુ પ્રસંગોએ મારી નાખવાની ધમકી અપાય છે અને જો તેણીને અથવા તેણીના પરિવારને કંઈપણ થાય તો આ લોકો જવાબદાર રહેશે.

પૂનમ ભારતી, તેમના પતિ સુનિલ કુમાર અને તેમની બે પુત્રીઓ અમેઠીના ભવાની નગરમાં તેમના ઘરે હતા ત્યારે થોડા માણસો ઘૂસી ગયેલ અને ચારેયને ગોળી મારી હત્યા કરેલ છે. પોલીસે જણાવ્યું હતું કે ગુનો પૂર્વયોજિત જણાતો હતો અને લૂંટનો મામલો લાગતો નથી. પૂનમ ભારતીએ ઓગસ્ટમાં ચંદન વર્મા સામે એસસી/એસટી એક્ટ હેઠળ જાતીય સતામણી, જીવને ખતરો અને અપરાધોનો કેસ પણ દાખલ કર્યો હતો.

(12:59 AM IST)