<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

લાહોર હાઈકોર્ટે ભગત સિંહ સાથે સંબંધિત ન્‍યાયિક રેકોર્ડ આપવાનો ઈન્‍કાર કર્યો

ભગત સિંહ મેમોરિયલ ફાઉન્‍ડેશન પાકિસ્‍તાનના અધ્‍યક્ષ ઈમ્‍તિયાઝ રાશિદ કુરેશીએ લાહોર હાઈકોર્ટના રજિસ્‍ટ્રાર ઓફિસમાં અરજી દાખલ કરીને કોર્ટના ત્રણ સભ્‍યોની વિશેષ ટ્રિબ્‍યુનલ પાસેથી ૭ ઓક્‍ટોબર, ૧૯૩૦ના રોજ ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવ સંબંધિત ન્‍યાયિક રેકોર્ડની માંગણી કરી હતી

લાહોર, તા.૪: પાકિસ્‍તાનની એક કોર્ટના રજિસ્‍ટ્રાર ઓફિસે ગુરુવારે સ્‍વાતંત્ર્ય સંગ્રામના હીરો ભગત સિંહ અને તેમના બે સહયોગીઓ રાજગુરુ અને સુખદેવ સાથે સંબંધિત ન્‍યાયિક રેકોર્ડ માટે એનજીઓની વિનંતીને નકારી કાઢી હતી. એજન્‍સી અનુસાર, ભગત સિંહ મેમોરિયલ ફાઉન્‍ડેશન પાકિસ્‍તાનના અધ્‍યક્ષ ઈમ્‍તિયાઝ રાશિદ કુરેશીએ લાહોર હાઈકોર્ટના રજિસ્‍ટ્રાર ઓફિસમાં અરજી દાખલ કરીને કોર્ટની ત્રણ સભ્‍યોની વિશેષ ટ્રિબ્‍યુનલ પાસેથી ૭ ઓક્‍ટોબર, ૧૯૩૦ના રોજ ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવના ન્‍યાયિક રેકોર્ડની માંગણી કરી હતી.

લાહોર હાઈકોર્ટની રજિસ્‍ટ્રાર ઓફિસે વિનંતી સ્‍વીકારવાનો ઇનકાર કર્યો હતો, એમ કહીને કે તે ફાઉન્‍ડેશનને રેકોર્ડ પ્રદાન કરી શકશે નહીં. રશીદ કુરેશીએ કહ્યું, લાહોર હાઈકોર્ટના ડેપ્‍યુટી રજીસ્‍ટ્રાર તાહિર હુસૈને કહ્યું કે જ્‍યાં સુધી લાહોર હાઈકોર્ટ ભગત સિંહ અને અન્‍યના ન્‍યાયિક રેકોર્ડ ફાઉન્‍ડેશનને ઉપલબ્‍ધ કરાવવાનો આદેશ ન આપે ત્‍યાં સુધી તેમની ઓફિસ આવું કરી શકે નહીં.ૅ તેમણે કહ્યું કે રજિસ્‍ટ્રાર કચેરી દ્વારા ન્‍યાયિક રેકોર્ડ પ્રદાન કરવાનો ઇનકાર એ ઘોર અન્‍યાય છે.

તેમણે કહ્યું કે તેઓ આ અંગે લાહોર હાઈકોર્ટમાં અરજી દાખલ કરશે. ભગતસિંહ દેશની આઝાદી માટે લડ્‍યા હતા. ૨૩ માર્ચ, ૧૯૩૧ના રોજ, બ્રિટિશ શાસન વિરુદ્ધ કાવતરું ઘડવાના આરોપમાં ભગત સિંહને તેમના સાથી રાજગુરુ અને સુખદેવ સાથે ૨૩ વર્ષની ઉંમરે ફાંસી આપવામાં આવી હતી.

(10:07 AM IST)