તા. ૧૧ ઓક્ટોબર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો સુદ- ૮, શુક્રવાર
News of Friday, 4th October 2024
ઇઝરાયલ - ઇરાન જંગમાં આજનો દિવસ મહત્વનો
આજે નસરલ્લાહનાં અંતિમ સંસ્કાર... આજે શુક્રવારની નમાજ...ઇરાનના સુપ્રિમ લીડરનું સંબોધન ...જબરૂ સસ્પેન્સ : લેબેનોન - તહેરાન સુધી ઇઝરાયલી હુમલાની દહેશત : ઇરાનનાં વડાના સંબોધન ઉપર નજર : સમગ્ર વિશ્વમાં ચિંતાનાં વાદળો

નવી દિલ્હીઃ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ વચ્ચે આજે એટલે કે શુક્રવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક તરફ હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહના અંતિમ સંસ્કાર થશે, તો બીજી તરફ ઈરાનના સર્વોચ્ચ નેતા ખમેનીનું પ્રથમ સંબોધન.ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેની શુક્રવારની નમાજની આગેવાની કરશે. નસરાલ્લાહને હટાવ્યા બાદ તેઓ પ્રથમ વખત રાષ્ટ્રને સંબોધિત કરશે. ખામેની મધ્ય તેહરાનમાં ઇમામ ખોમેની ગ્રાન્ડ મસ્જિદમાં શુક્રવારની નમાજનું નેતળત્વ કરશે. સ્થાનિક સમય અનુસાર સવારે ૧૦.૩૦ વાગ્યે નસરાલ્લાહના સન્માનમાં એક બેઠકનું પણ આયોજન કરવામાં આવશે. હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહની હત્યાના કારણે થયેલા હોબાળા વચ્ચે તેના અંતિમ સંસ્કારને લઈને ભયનું વાતાવરણ છે. નસરાલ્લાહને આજે એટલે કે શુક્રવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. હસન નસરાલ્લાહૂ બેરૂતમાં તેમના હેડક્વાર્ટરમાં તેમના બંકરમાં ઇઝરાયલી હવાઈ હુમલામાં માર્યો ગર્યો હતો. ઈઝરાયેલે જે રીતે હિઝબુલ્લાહને ધુળ ચાટતુ કર્યુ તેથી તેના નેતાઓ અને સમર્થકો ચોંકી ગયા છે.
ઈઝરાયેલના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહના અંતિમ સંસ્કાર શુક્રવારે કરવામાં આવશે. જો કે, તેમના અંતિમ સંસ્કારને લઈને હજુ પણ સસ્પેન્સના વાદળો છવાયેલા છે. બધું ખૂબ જ ગોપનીય રીતે કરવામાં આવી રહ્યું છે. હસન નસલ્લાહના મળતદેહને લઈને હજુ પણ સસ્પેન્સ છે. હિઝબુલ્લાહના અધિકારીઓએ રોઇટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે ઇરાન સમર્થિત હિઝબુલ્લાહને પણ ઇઝરાયલી હુમલાઓ અને હિઝબુલ્લા પર વધુ હુમલાના ભયને કારણે નસરાલ્લાહના ધાર્મિક અને નેતળત્વના દરજ્જાને માન્યતા આપવા માટે દેશવ્યાપી અંતિમ સંસ્કાર યોજવાથી અટકાવવામાં આવી છે. એટલે કે ઈઝરાયલના ડરના કારણે નસરાલ્લાહના અંતિમ સંસ્કાર પણ ખૂબ જ ગુપ્ત રાખવામાં આવ્યા છે.નસરાલ્લાહને તેમના મળત્યુના લગભગ એક અઠવાડિયા પછી આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે તેમને કરબલામાં દફનાવવામાં આવી શકે છે. તેના સન્માનમાં પ્રતીકાત્મક અંતિમયાત્રા કાઢવામાં આવશે.
ઈઝરાયેલના હુમલાના ડરને કારણે તેને પ્રતીકાત્મક અંતિમ સંસ્કાર કહેવામાં આવી રહ્યું છે. તેને સંપૂર્ણ ગોપનીય રીતે બહાર પાડવાની તૈયારીઓ ચાલી રહી છે. એકવાર પરિસ્થિતિ સામાન્ય થઈ જાય પછી, નસરાલ્લાહના સન્માનમાં ધાર્મિક સમારોહ યોજવામાં આવશે.
હિઝબુલ્લાએ હજુ સુધી નસરાલ્લાહના અંતિમ સંસ્કાર અંગે કોઈ માહિતી આપી નથી. ઈરાકી વડાપ્રધાનના સલાહકાર મોહમ્મદ શિયા અલ-સુદૈનીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે નસરાલ્લાહને કરબલામાં ઈમામ હુસૈનની બાજુમાં દફનાવવામાં આવશે. જોકે, એવી પણ અટકળો છે કે તેના મળતદેહને લેબનોન, ઈરાકના કરબલા અથવા ઈરાનના નજફમાં દફનાવવામાં આવી શકે છે.
હિઝબુલ્લાહ અને ઈરાન પર ઈઝરાયેલ દ્વારા હુમલાનો સતત ખતરો છે. ઇઝરાયેલ લેબનોન પર સતત બોમ્બમારો કરી રહ્યું છે. આ જ કારણ છે કે હિઝબુલ્લાહ હવે કોઈ પણ પગલું સાવધાનીપૂર્વક લઈ રહ્યું છે. હિઝબોલ્લાના એક સૂત્રએ કહ્યું, આ સંજોગોમાં કોઈ અંતિમ સંસ્કારને અધિકળત કરી શકતું નથી.
હસન નસરાલ્લાહના અંતિમ સંસ્કાર થશે કે નહીં તે અંગે સસ્પેન્સ છે. કારણ કે ગયા અઠવાડિયે માર્યા ગયેલા ઘણા હિઝબુલ્લા કમાન્ડરોને સોમવારે ગુપ્ત રીતે દફનાવવામાં આવ્યા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યારે સંઘર્ષ સમાપ્ત થશે, ત્યારે માર્યા ગયેલા હિઝબુલ્લાહ લડવૈયાઓ અને નેતાઓ માટે યોગ્ય ધાર્મિક સમારોહનું આયોજન કરવામાં આવશે. તે જ સમયે, ચાર લેબનીઝ સૂત્રોએ જણાવ્યું હતું કે હિઝબુલ્લાહ નસરાલ્લાહના અસ્થાયી દફન માટે ધાર્મિક હુકમનામું મેળવવા અને જ્યારે પરિસ્થિતિ અનુકૂળ હોય ત્યારે સત્તાવાર અંતિમ સંસ્કાર કરવાના વિકલ્પ પર વિચાર કરી રહી છે.
અબુ ધાબી સ્થિત ધ નેશનલમાં -કાશિત થયેલા એક લેખ અનુસાર હસન નસરાલ્લાહને કયાં દફનાવવામાં આવશે તે અંગે અટકળો ચાલી રહી છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેને લેબનોનમાં દફનાવવામાં આવશે જ્યારે કેટલાક અહેવાલો કહે છે કે તેને ઇરાકમાં દફનાવવામાં આવશે. જો કે, હિઝબુલ્લાહ અથવા ઈરાને હજુ સુધી આ અંગે વિશ્વ સમક્ષ તેમના કાર્ડ જાહેર કર્યા નથી. ઇરાકી અધિકારીઓ અને સ્થાનિક મીડિયાએ સંકેત આપ્યો છે કે નસરાલ્લાહને બગદાદની દક્ષિણે કરબલામાં ઇમામ હુસૈન દરગાહમાં દફનાવવામાં આવી શકે છે, કારણ કે તે શિયા સમુદાયમાં એક મહત્વપૂર્ણ વ્યક્તિ હતો.
ઇરાકી વડાપ્રધાન મુહમ્મદ શિયા અલ-સુદૈનીના સલાહકાર અબ્દુલ અમીર અલ-તિબાને ટ્વિટર પર પોસ્ટ કર્યું કે નસરાલ્લાહને કરબલામાં ઇમામ હુસૈનની બાજુમાં દફનાવવામાં આવશે. જો કે, શુક્રવારે તેહરાનમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીના એક સંદેશે પ્રતીકાત્મક દફનવિધિની અટકળોને વેગ આપ્યો છે. માનવામાં આવે છે કે સુપ્રીમ લીડર આજે રાષ્ટ્રને સંબોધિત કરશે. ઈરાન ઈન્ટરનેશનલના જણાવ્યા મુજબ, તેહરાનની મેટ્રો અને બસ કંપનીઓ આજની શુક્રવારની નમાજમાં ભાગ લેનારાઓ માટે મફત પરિવહન પ્રદાન કરશે, જેનું નેતળત્વ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેની કરશે. ખામેની લગભગ પાંચ વર્ષમાં પ્રથમ વખત નમાજનું નેતળત્વ કરશે.
આજનો દિવસ એ પણ ખાસ છે કારણ કે જ્યારથી હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહ માર્યા ગયા છે ત્યારથી સર્વોચ્ચ નેતા ગુપ્ત જગ્યાએ છુપાયેલા છે. નસરાલ્લાહના મળત્યુ પછી પહેલીવાર જાહેરમાં આવશે. બદલામાં ઈરાને પણ ઈઝરાયેલ પર ૨૦૦ મિસાઈલોથી હુમલો કર્યો હતો. તેને ૭૨ કલાકથી વધુ સમય વીતી ગયો છે. હવે સવાલ એ છે કે નસરાલ્લાહનો મળતદેહ અત્યાર સુધી કયાં છે. જ્યારે હિઝબુલ્લાના હેડક્વાર્ટર પર બોમ્બનો વરસાદ થયો ત્યારે નસરાલ્લાહના શરીરનું શું થયું? હિઝબોલ્લાહ પાસે તેનું શરીર છે કે નહીં, અથવા તે તેને પ્રતીકાત્મક રીતે દફનાવશે કે કેમ. આજે તમામ સસ્પેન્સનો પર્દાફાશ થઈ શકે છે.(૨૩.૧૧)
લેબેનોનમાં ઇઝરાયલી હુમલામાં હિઝબુલ્લાહના ૩૭ આતંકીનો ખાત્મો
મધ્ય પૂર્વ હાલમાં યુદ્ધની આગમાં સળગી રહ્યું છે. એક તરફ, ઇઝરાયેલ દક્ષિણ લેબનોનની સરહદમાં પ્રવેશ કરી રહ્યું છે અને હિઝબુલ્લાહના સ્થાનો પર હુમલો કરી રહ્યું છે. દરમિયાન, ઇઝરાયેલ લેબનોન પર ઝડપી હુમલાઓ કરી રહ્યું છે. બેરૂતમાં એરપોર્ટ નજીક એક જોરદાર વિસ્ફોટ થયો. ઇઝરાયેલે મધ્યરાત્રિએ બેરૂતમાં જોરદાર હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલાઓ હિઝબુલ્લાહના સંભવિત વડા હાશિમ સફીદીનને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા. જે સમયે ઈઝરાયેલે આ હુમલા કર્યા તે સમયે સફીદીન સહિત હિઝબુલ્લાહના અનેક અગ્રણી અધિકારીઓ એક બેઠકમાં હતા. ઇઝરાયેલી સેના લેબનોનમાં હિઝબુલ્લાહ પર પાયમાલી ચાલુ રાખે છે. તાજેતરના હુમલામાં હિઝબુલ્લાના ૩૭ લોકોના મોત થયા છે જ્યારે ૧૫૧ ઘાયલ થયા છે.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
