News of Friday, 4th October 2024
યુપીના અમેઠીમાં માતા-પિતા અને બે નાની પુત્રીઓ સહિત ચારની ગોળી મારી નિર્દયી હત્યા
આજે યુપીના અમેઠીમાં, માત્ર ઍક અને છ વર્ષની બે નાની પુત્રીઓ સાથે, માતા અને પિતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

આ બનાવમાં મળત્યુ પામનાર મહિલાઍ બે મહિના કરતાં પણ ઓછા સમય પહેલા ઍક વ્યક્તિ વિરુદ્ધ સેકસયુઅલ હેરેસમેન્ટની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે કહ્યું હતું કે તેણીને ઍક કરતા વધુ પ્રસંગોઍ મારી નાખવાની ધમકી અપાય છે અને જો તેણીને અથવા તેણીના પરિવારને કંઈપણ થાય તો આ લોકો જવાબદાર રહેશે.
પૂનમ ભારતી, તેમના પતિ સુનિલ કુમાર અને તેમની બે પુત્રીઓ અમેઠીના ભવાની નગરમાં તેમના ઘરે હતા ત્યારે થોડા માણસો ઘૂસી ગયેલ અને ચારેયને ગોળી મારી હત્યા કરેલ છે. પોલીસે જણાવ્યું હતું કે ગુનો પૂર્વયોજિત જણાતો હતો અને લૂંટનો મામલો લાગતો નથી. પૂનમ ભારતીઍ ઓગસ્ટમાં ચંદન વર્મા સામે ઍસસી/ઍસટી ઍક્ટ હેઠળ જાતીય સતામણી, જીવને ખતરો અને અપરાધોનો કેસ પણ દાખલ કર્યો હતો.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
