<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

બંગાળની ખાડીમાં નવું હવાનું દબાણ નિર્માણ થશેઃ દક્ષિણ ભારતમાં સારો વરસાદ પડશે

ઉત્તર પશ્ચિમી સુકા પવનોથી બે દિ'માં ચોમાસુ વધુ વિસ્‍તારોમાંથી વિદાય લેશે

નવી દિલ્‍હી તા. ૪ :.. ઉત્તર પશ્ચિમ બંગાનળી ખાડીમાં આજે પવનનું એક નવું નિમ્‍ન દબાણ આકાર પામશે. ચોમાસા બાદ બનનાર આ પહેલું નિમ્‍ન દબાણ હશે તેમ સ્‍કાય મેટના વરતારામાં જણાવાયું છે.

આ હવાનું દબાણ ઉત્તર - પૂર્વી રાજયો સહિત બાંગ્‍લાદેશ, પ.બંગાળ, ઓડીશા અને ઝારખંડ સહિત આસપાસના વિસ્‍તારમાં જોરદાર વરસાદ લાવશે. બીજી તરફ મોનસુન પહાડો સહિત પંજાબ, હરિયાણા, દિલ્‍હી, પશ્ચિમી યુપી, ઉત્તરી મધ્‍ય પ્રદેશ, રાજસ્‍થાનના મોટા ભાગના વિસ્‍તારો સહિત ગુજરાતના ઘણા જીલ્લાઓમાંથી વિદાય લઇ ચૂકયું છે.

ઉત્તર પヘમિ દિશાથી સુકા પવનો ઉત્તર પશ્ચિમી અને મધ્‍ય ભારત સુધી પહોંચશે. જેનાથી આવતા બે દિવસમાં ચોમાસુ વધુ કેટલાક વિસ્‍તરોમાંથી વિદાય લેશે. દક્ષિણ ભારતના મોટાભાગના રાજયોમાં સારો વરસાદ પડશે. મહારાષ્‍ટ્રમાં પણ વરસાદની ગતિવિધી વધી શકે છે.

(11:36 AM IST)