<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

કરદાતાઓને ફટકો : આયકર ખાતાએ ફટકારેલી ૯૦,૦૦૦ નોટિસોને સુપ્રિમ કોર્ટે યથાર્થ ઠેરવી

જુની કર વ્‍યવસ્‍થા હેઠળ જારી થઇ'તી નોટિસ : જેને પડકારવામાં આવેલ

નવી દિલ્‍હી, તા.૪: સુપ્રીમ કોર્ટે જૂની ટેક્‍સ સિસ્‍ટમ હેઠળ આવકવેરા વિભાગ દ્વારા જારી કરાયેલી ૯૦ હજાર ટેક્‍સ રિવેલ્‍યુએશન નોટિસને માન્‍ય ઠેરવી  છે. આ નિર્ણય એવા કરદાતાઓને આંચકો લાગ્‍યો છે જેમણે આ નોટિસને પડકારી હતી. મુખ્‍ય ન્‍યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ ન્‍યાયાધીશોની બેન્‍ચે વિવિધ ઉચ્‍ચ અદાલતોના આદેશોને ફગાવી દીધા હતા જેણે આ ટેક્‍સ નોટિસ પર સ્‍ટે મૂકયો હતો. ૧ એપ્રિલથી ૩૦ જૂન, ૨૦૨૧ વચ્‍ચેના મૂલ્‍યાંકન વર્ષ ૨૦૧૩પ્ર૧૪ થી ૨૦૧૭પ્ર૧૮ માટે વિભાગ દ્વારા જારી કરાયેલી અંદાજે ૯૦,૦૦૦ ટેક્‍સ નોટિસ અંગે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્‍યો છે.

કોર્ટનું કહેવું છે કે આવકવેરા વિભાગને નોટિસ જારી કરવાની છૂટ છે. તમને જણાવી દઈએ કે આ નોટિસને કરદાતાઓ દ્વારા પડકારવામાં આવી હતી.

તેમની દલીલ એવી હતી કે આ કેસો નવા કર શાસન હેઠળ આવવા જોઈએ, જે કોવિડ રોગચાળા દરમિયાન ૧ એપ્રિલ, ૨૦૨૧ ના રોજ અમલમાં આવ્‍યા હતા. વિભાગે જૂના કેસોની તપાસ માટે ૧ એપ્રિલથી ૩૦ જૂન વચ્‍ચે લગભગ એક લાખ લોકોને નોટિસ મોકલી હતી.

(12:02 PM IST)