<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

તિરુપતિ લાડુમાં પ્રાણીની ચરબી મામલે સુપ્રીમ કોર્ટે SIT તપાસના આદેશ આપ્યા:કહ્યું-લોકોની આસ્થાને ઠેસ પહોંચી

કોર્ટે એમ પણ કહ્યું હતું કે લેબોરેટરી ટેસ્ટ રિપોર્ટ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. કારણ કે પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે અસ્વીકૃત ઘીનું પરીક્ષણ કરવામાં આવ્યું

તિરુપતિ બાલાજીના પ્રસાદના લાડુમાં પ્રાણીની ચરબી મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે SIT તપાસના આદેશ આપ્યા છે.

 

ન્યાયાધીશ ગવઈએ આદેશ આપતાં કહ્યું કે દેવતામાં આસ્થા રાખનાર કરોડો લોકોની ભાવનાઓ સાથે અમે આ આદેશ આપી રહ્યા છે. પ્રસાદમાં ભેળસેળને લઈને દુનિયાભરના ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે. અમે નથી ઈચ્છતા કે આ પોલિટિકલ ડ્રામા બને, જો સ્વતંત્ર સંસ્થા મામલાની તપાસ કરશે તો લોકોનો વિશ્વાસ વધશે.

 

છેલ્લી સુનાવણી દરમિયાન ન્યાયાધીશ ગવઈએ ટિપ્પણી કરી હતી કે ભગવાનને રાજકારણથી દૂર રાખવા જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું હતું કે લેબોરેટરી ટેસ્ટ રિપોર્ટ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. કારણ કે પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે અસ્વીકૃત ઘીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.


 

(12:59 PM IST)