<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

હાથમાં રાયફલ લઈને ધમકી: ઈરાનના સુપ્રીમ લીડર ખામૈનીનો હુંકાર :કહ્યું- જરુર પડી તો અમે ઇઝરાયેલ પર ફરી હુમલો કરીશું.

તેમણે કહ્યું, આ ઇઝરાયેલ તમામ મુસ્લિમોનું દુશ્મન છે. આ માત્ર અમારા નથી પરંતુ પેલેસ્ટાઈન અને યમનના પણ દુશ્મન છે. દુશ્મનોના ઈરાદાઓ સફળ નહીં થવા દઈએ

નવી દિલ્હી : ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખોમેનેઇએ શુક્રવારે હજારો લોકોને સંબોધિત કર્યા. હિઝબુલ્લાહના માર્યા ગયેલા ચીફ હસન નસરલ્લાહને યાદ કરતા તેહરાનની ગ્રાન્ડ મસ્જિદમાં મોટી સંખ્યામાં લોકો નમાઝ અદા કરવા પહોંચ્યા હતા. ખોમેનેઇએ વિશ્વભરના મુસ્લિમોને એકજૂથ રહેવાની અપીલ કરી છે. આ દરમિયાન ઈરાનના સુપ્રીમ લીડરના એક હાથમાં રાયફલ જોવા મળી.

ખોમેનેઇ જ્યારે લોકોને સંબોધિત કરી રહ્યાં હતા ત્યારે તેઓ પોતાના એક હાથમાં રાયફલ સાથે જોવા મળ્યા હતા. એક વીડિયોમાં તેઓ રાયફલ સાથે જોવા મળ્યા. ઈરાનના લોકોને સંબોધિત કરતા ખોમેનેઇએ કહ્યું, તમે લોકો અલ્લાહના બતાવેલા રસ્તા પરથી ન હટો. મુસ્લિમ એકજૂથ રહો. આપણે એકજૂથ થઈને રહેવું પડશે. આપણે પ્રેમ-મોહબ્બતની સાથે રહેવું પડશે.

ઇઝરાયેલ વિરુદ્ધ ગુસ્સા દાખવતા ખોમેનેઇએ કહ્યું, ઇઝરાયેલે પેલેસ્ટાઈનના વિસ્તારો પર ગેરકાયદે કબજો રાખ્યો છે. તેમણે કહ્યું, હિઝબુલ્લાહ ચીફ હસન નસરલ્લાહનું મોત આપણા માટે અપૂરણીય ક્ષતિ છે. ઈરાને ઇઝરાયેલેને મિસાઈલથી જવાબ આપ્યો છે.

 

ખોમોનેઇએ ઇઝરાયેલની ધમકી આપતા કહ્યું, જો જરુર પડી તો અમે ઇઝરાયેલ પર ફરી હુમલો કરીશું. હિઝબુલ્લાહ અને લેબનોનના લોકો પોતાના હક્ક માટે લડી રહ્યાં છે. પેલેસ્ટાઈન પર દુશ્મનોનો કબજો છે. પેલેસ્ટાઈનને જમીન પરત મેળવવાનો હક્ક છે. ઈરાનથી લેબનોન સુધી મુસ્લિમો એક થાય.

તેમણે કહ્યું, આ ઇઝરાયેલ તમામ મુસ્લિમોનું દુશ્મન છે. આ માત્ર અમારા નથી પરંતુ પેલેસ્ટાઈન અને યમનના પણ દુશ્મન છે. દુશ્મનોના ઈરાદાઓ સફળ નહીં થવા દઈએ. તેઓ મુસ્લિમો સાથે દુશ્મની વધારવા માગે છે. દુશ્મન પોતાની શૈતાની સત્તા વધારવા માગે છે.

(9:10 PM IST)