<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

પીન પોઇન્ટ માહિતીના આધારે બૈરુતમાં ઇઝરાયેલી સેનાએ હિઝબુલ્લાહના વધુ એક ટોચના વગદાર કમાન્ડર રાશિદ સકાફીને ફૂંકી મારેલ છે

ઇઝરાયેલી સેનાએ હિઝબુલ્લાહના અગ્રીમ હરોળના વગદાર કમાન્ડર રાશિદ સકાફીને મારી નાખ્યો છે. આ જાહેરાતથી સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સંદેશા વ્યવહારના વડા તરીકે કામ કરતા રાશિદ સકાફીની હત્યાએ હિઝબુલ્લાહને મોટો આંચકો આપ્યો છે.

મધ્ય પૂર્વના દેશોમાં તણાવ અને સંઘર્ષમાં ઘટાડો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.  ગયા વર્ષે ઇઝરાયલ-હમાસ વચ્ચે અને હવે ઇઝરાયલ-ઇરાન વચ્ચે જે યુદ્ધ છેડાયું તેના કારણે સ્થિતિ વધુ વણસી છે.  

આ લડાઈ વચ્ચે, શુક્રવારે ઇઝરાયેલી સેનાએ હિઝબુલ્લાહના વધુ એક કમાન્ડર મોહમ્મદ રશીદ સકાફીને માર્યો હોવાનો દાવો કર્યો હતો.  

સેનાએ 'ટ્વીટર એક્સ' પર એક પોસ્ટમાં કહ્યું, “ગઈકાલે (ગુરુવારે) બેરૂતમાં હુમલો ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવ્યો હતો.  જેમાં હિઝબુલ્લાહના કોમ્યુનિકેશન યુનિટના કમાન્ડર મોહમ્મદ રાશિદ સકાફી માર્યા ગયા છે.

 ઇઝરાયેલી આર્મી (આઈડીએફ) એ પોસ્ટમાં આગળ લખ્યું કે સકાફી હિઝબુલ્લાહનો મુખ્ય આતંકવાદી હતો, જે ૨૦૦૦ ની સાલથી કોમ્યુનિકેશન યુનિટનો હવાલો સંભાળતો હતો. સકાફીએ તમામ હિઝબુલ્લા એકમો વચ્ચે સંચાર ક્ષમતાઓ વિકસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

(11:22 PM IST)