<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

યુપીની સીબીઆઇ કોર્ટે ડીએસપી ઝિયા ઉલ હકની હત્યા કેસમાં ૧૦ લોકોને દોષીત ઠેરવ્યા: રાજા ભૈયા સહિત બેને સીબીઆઈ તપાસમાં ક્લીનચીટ*

યુપી: અહીંની લખનઉની સીબીઆઈ સ્પેશિયલ કોર્ટે આજે શુક્રવારે ડીએસપી ઝિયા ઉલ હકની હત્યા કેસમાં ૧૦ લોકોને દોષીત ઠેરવ્યા છે. 

આ હત્યા કેસમાં ધારાસભ્ય રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા અને ગામના વડા ગુલશન યાદવ પણ આરોપી હતા. પરંતુ સીબીઆઈ તપાસમાં બંનેને ક્લીનચીટ આપવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, કોર્ટે આ કેસમાં જે આરોપીઓને દોષી ઠેરવ્યા છે તેમાં છોટાલાલ યાદવ, રામ આસારે, ફૂલચંદ યાદવ, પવન યાદવ, મનજીત યાદવ, મુન્ના પટેલ, ઘનશ્યામ સરોજ, શિવરામ પાસી, જગત બહાદુર પાલ ઉર્ફે બુલે પાલ અને રામ લખન ગૌતમનો સમાવેશ થાય છે. છે.  વિશેષ અદાલતે કહ્યું કે આ કેસમાં તમામ ૧૦ આરોપીઓને દોષિત ઠેરવવા માટે પૂરતા પુરાવા છે.

મળતી માહિતી મુજબ આ મામલો પ્રતાપગઢના બાલીપુર ગામનો છે.  ડીએસપી ઝિયાઉલ હકની અહીં ૨ માર્ચ ૨૦૧૩ના રોજ હત્યા કરવામાં આવી હતી. મામલો વેગ પકડ્યો અને પરિવારજનોની માંગ બાદ આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી. કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર ડીએસપીનના પત્ની પરવીને આ મામલે એફઆઈઆર નોંધાવી હતી.

વરિષ્ઠ પોલીસ અધિકારી ઝિયાઉલ હક દેવરિયા જિલ્લાના નૂનખાર ટોલાનો રહેવાસી હતા.  રજૂ કરાયેલી અરજી મુજબ એફઆઈઆરમાં પાંચ આરોપીઓના નામ હતા.  પોલીસે કલમ ૩૦૨ (હત્યા), કલમ ૧૨૦બી (ગુનાહિત કાવતરું) અને ભારતીય દંડ સંહિતાની અન્ય ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.

ગામડામાં બબાલના મામલામાં ડીએસપી ઝિયા-ઉલ-હક અને કુંડાના કોટવાલ સર્વેશ મિશ્રા જેવા ગામમાં પહોંચ્યા કે તરત જ લોકોએ પોલીસ પર હુમલો કર્યો.  આ અંધાધૂંધીમાં ગોળીબાર શરૂ થયો હતો.  ત્યારબાદ સરપંચ  નન્હે યાદવના ભાઈ સુરેશ યાદવનું પણ ગોળી વાગવાથી મોત થયું હતું.  જે બાદ લોકો  ઉગ્ર બની ગયા હતા અને ડીએસપીને ઘેરી લીધા હતા અને લાઠી અને ઘાતક હથિયારોથી તેમની ઘાતકી હત્યા કરી હતી.

 

(12:00 AM IST)