News of Saturday, 5th October 2024
થોમસ ચેરિયનને સૈન્ય સન્માન સાથે અંતિમ વિદાય: 56 વર્ષ પહેલા વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો.
ભારતીય સેનાના સૈનિક થોમસ ચેરિયનને તેમના મૃત્યુના 56 વર્ષ બાદ લશ્કરી સન્માન સાથે દફનાવાયા : 22 વર્ષીય થોમસ ચેરિયનનું 1968માં પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હતું

ભારતીય સેનાના સૈનિક થોમસ ચેરિયનને તેમના મૃત્યુના 56 વર્ષ બાદ શુક્રવારે સૈન્ય સન્માન સાથે દફનાવવામાં આવ્યા હતા. થોમસ ચેરિયનનું લગભગ 56 વર્ષ પહેલા એર ક્રેશમાં મૃત્યુ થયું હતું. તેમને કેરળના એક ચર્ચના પ્રાંગણમાં ખાસ તૈયાર કરાયેલી કબરમાં દફનાવવામાં આવ્યા હતા. અંતિમ વિદાય માટે લઈ જવામાં આવતા પહેલા થોમસને સંપૂર્ણ લશ્કરી સન્માન આપવામાં આવ્યું હતું.
આ પહેલા દિવસે, સેનાના જવાનોએ મૃતદેહને પૂરા આદર સાથે એલાનલાતુર ગામમાં તેમના પૈતૃક ઘરે લઈ ગયા હતા. પાર્થિવ દેહ આવ્યા બાદ પૂજારીએ ધાર્મિક વિધિ કરી હતી અને પોલીસે સલામી આપી હતી. આ પછી મૃતદેહને કરુરના સેન્ટ પીટર ઓર્થોડોક્સ ચર્ચમાં લઈ જવામાં આવ્યો. એલનાલાતુર અને આસપાસના વિસ્તારોમાંથી સેંકડો લોકો તેમના મૃત્યુના 56 વર્ષ પછી થોમસને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા હતા
આ અવસરે કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જ, પથાનમથિટ્ટા સાંસદ એન્ટો એન્ટની, અનેક પક્ષોના નેતાઓ, સેના અને વહીવટીતંત્રના ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. હિમાચલ પ્રદેશમાં રોહતાગ પાસ પર ભારતીય વાયુસેનાના AN-12 વિમાન ક્રેશ થયાના 56 વર્ષથી વધુ સમય પછી, ચેરિયાન સહિત ચારના અવશેષો મળી આવ્યા હતા, એમ સેનાએ જણાવ્યું હતું.
(12:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
