News of Saturday, 5th October 2024
રોકાણકારો રાતા પાણીએ રોયા : શેરબજારમાં પાંચ દિવસમાં ૧૬.૨૬ લાખ કરોડ રૂપિયા સ્વાહા
પશ્ચિમ એશિયામાં વધતા તણાવની સીધી અસર શેરબજાર પર જોવા મળી : આ અઠવાડિયે સેન્સેક્સમાં કુલ ૩૮૮૩.૪૦ પોઈન્ટનો ઘટાડો નોંધાયો, નિફ્ટી ૫૦માં કુલ ૧૧૨૯.૧૦ પોઈન્ટનો ઘટાડો

મુંબઇ, તા.૫: છેલ્લા થોડા દિવસથી શેર માર્કેટમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો નોંધાતા રોકાણકારો મુશ્કેલીમાં મુકાયા છે. ૩૦ સપ્ટેમ્બરે શેરબજાર ખુલ્યું ત્યારે રોકાણકારોએ કલ્પના પણ નહીં કરી હોય કે આ અઠવાડિયું તેમના માટે આપત્તિજનક સપ્તાહ સાબિત થશે. ગયા અઠવાડિયે શુક્રવારે શરૂ થયેલો ઘટાડો આ સપ્તાહના શુક્રવાર સુધી ચાલુ રહ્યો હતો. ગયા સપ્તાહે શુક્રવારથી શરૂ થયેલો શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ કાલે સતત ૫માં દિવસે પણ ચાલુ રહ્યો હતો. શેરબજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે રોકાણકારોના લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
નિષ્ણાતોનું માનવું છે કે પશ્ચિમ એશિયામાં વધતા તણાવની સીધી અસર શેરબજાર પર જોવા મળી રહી છે. માર્કેટમાં ૫ દિવસથી ચાલી રહેલા ઘટાડાથી શેરબજારના રોકાણકારોને ૧૬.૨૬ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ ૫ દિવસના ઘટાડા પછી ગ્લ્ચ્ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. ૧૬,૨૬,૬૯૧.૪૮ કરોડ ઘટીને રૂ. ૪,૬૦,૮૯,૫૯૮.૫૪ કરોડ થયું હતું.
BSE સેન્સેક્સ ૮૦૮.૬૫ પોઈન્ટ ઘટીને ૮૧,૬૮૮.૪૫ પોઈન્ટ પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી ૫૦ પણ ૨૦૦.૨૫ પોઈન્ટ ઘટીને ૨૫,૦૪૯.૮૫ પોઈન્ટ પર બંધ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે આ અઠવાડિયું ભારતીય બજાર માટે ઘણું ખરાબ રહ્યું. આ અઠવાડિયે સેન્સેક્સમાં કુલ ૩૮૮૩.૪૦ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે બીજી તરફ આ સપ્તાહે નિફ્ટી ૫૦માં કુલ ૧૧૨૯.૧૦ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.
ગયા અઠવાડિયે ગુરુવારે સેન્સેક્સ ૬૬૬.૨૫ પોઈન્ટના વધારા સાથે ૮૫,૮૩૬.૧૨ પોઈન્ટની નવી વિક્રમી સપાટીએ ૨૬,૨૧૬.૦૫ પોઈન્ટ અને નિફ્ટી ૫૦ ૨૧૧.૯૦ પોઈન્ટના વધારા સાથે ૨૬,૨૧૬.૦૫ પોઈન્ટની નવી વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. એટલે કે ગયા સપ્તાહે ગુરુવારથી અત્યાર સુધીમાં સેન્સેક્સમાં ૪૧૪૭.૬૭ પોઈન્ટ્સ અને નિફ્ટીમાં ૧૧૬૬.૨૦ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે.
સેન્સેક્સ કંપનીઓમાં ભારતની અગ્રણી ઓટોમોબાઈલ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં ૩.૫૮ ટકાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. જોકે, શેરબજારમાં અરાજકતા સર્જનાર આ ઘટાડામાં ઈન્ફોસિસના શેરમાં સૌથી વધુ ૧.૩૩ ટકાનો વધારો નોંધાયો હતો.
(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
