હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નવરાત્રી પુરબહારમાં : અર્થતંત્રને લાગી પાંખ : ૯ દિ'માં થશે ૫૦,૦૦૦ કરોડનો વેપાર : ચીનને લાગ્યો ફટકો
સર્વત્ર રોનક : સ્થાનિક વેપારીઓને ફાયદો

નવી દિલ્હી, તા.૫: ગુરુવારથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. રામલીલા, ગરબા અને દાંડિયા જેવા તહેવારોની ઉજવણી કરવામાં આવશે. જેના કારણે દેશભરમાં વ્યાપારિક ગતિવિધિઓને વેગ મળશે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) અનુસાર, આ નવરાત્રીમાં દેશભરમાં ૫૦ હજાર કરોડ રૂપિયાથી વધુનો વેપાર થવાની સંભાવના છે. એકલા દિલ્હીમાં ૮ હજાર કરોડ રૂપિયાથી વધુનો વેપાર થશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ તહેવારો દરમિયાન બજારો વધુ ધમધમી ઉઠશે, જેનો વેપારીઓને ઘણો ફાયદો થશે. ગયા વર્ષે લગભગ ૩૫ હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ થયો હતો.
CATના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે તહેવારની ખરીદીની ખાસ વાત એ છે કે તેમાં મોટાભાગે ભારતીય ઉત્પાદનો હશે. હવે ચીનમાં બનેલી ચીજવસ્તુઓ પ્રત્યે લોકોનો મોહભંગ થયો છે. ભારતીય ઉત્પાદનોની સારી ગુણવત્તાને કારણે ચાઈનીઝ વસ્તુઓનું વેચાણ ઘટયું છે. દેશભરમાં નવરાત્રી, રામલીલા, ગરબા અને દાંડિયા જેવા ૧ લાખથી વધુ નાના-મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેમાં વિવિધ પ્રકારના ધાર્મિક, સાંસ્કળતિક, સામાજિક અને આધ્યાત્મિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
CAT અનુસાર, નવરાત્રી દરમિયાન દેશભરમાં ભક્તિમય સંગીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને આ તહેવારો દ્વારા લાખો લોકોને રોજગારી મળે છે. નવરાત્રિના અંતે, તહેવારોની આ શ્રેણી વિજયાદશમી, દુર્ગા વિસર્જન, કરવા ચોથ, ધનતેરસ, દિવાળી, ભાઈ દૂજ, છઠ પૂજા અને તુલસી વિવાહ સાથે સમાપ્ત થશે. એકલા દિલ્હીમાં એક હજારથી વધુ નાની-મોટી રામલીલાઓનું આયોજન કરવામાં આવે છે. સેંકડો દુર્ગા પૂજા પંડાલ પણ ઉભા કરવામાં આવ્યા છે.
ખંડેલવાલે જણાવ્યું હતું કે આ તહેવારોની મોસમમાં કપડાં અને વષાોની માંગ, ખાસ કરીને સાડી, લહેંગા અને કુર્તા જેવા પરંપરાગત વષાોની માંગ નોંધપાત્ર રીતે વધે છે. લોકો પૂજા અને ધાર્મિક કાર્યક્રમો માટે નવા કપડા ખરીદે છે, જેના કારણે આ વર્ગમાં બિઝનેસમાં તેજી જોવા મળી રહી છે. પૂજા સામગ્રીની પણ મોટા પાયે માંગ છે. પૂજા માટે જરૂરી વસ્તુઓ જેમ કે ફળ, ફૂલ, નારિયેળ, ચુનરી, દીવો, અગરબત્તીઓ અને અન્ય પૂજા સામગ્રીની ભારે માંગ છે.
ખાદ્યપદાર્થો અને મીઠાઈઓ જેવી વસ્તુઓ પણ પુષ્કળ પ્રમાણમાં વેચાય છે. આ સમયગાળા દરમિયાન હલવો, લાડુ, બરફી અને અન્ય મીઠાઈઓનો વપરાશ વધે છે. ફળો અને ફૂલોની પણ મોટી માત્રામાં માંગ છે. તહેવારો દરમિયાન, ઘરો અને પૂજા પંડાલોને સજાવવા માટે દીવા, બંધનવાર, રંગોળી સામગ્રી અને લાઇટિંગ જેવી સુશોભન વસ્તુઓની માંગ વધે છે. નવરાત્રિ અને રામલીલા ઉત્સવો માત્ર ધાર્મિક અને સાંસ્કળતિક દ્રષ્ટિકોણથી જ મહત્વપૂર્ણ નથી, પરંતુ વ્યવસાયિક દૃષ્ટિકોણથી પણ અત્યંત ફાયદાકારક છે. આ દિવસોમાં ટેન્ટ હાઉસ, ડેકોરેટિવ કંપનીઓ વગેરેને પંડાલ બનાવવાનો ઘણો ધંધો મળે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
